• Gujarati News
  • National
  • અંતરજાળ ગામમાં યુવાને ગળેફાંસો ખાધો

અંતરજાળ ગામમાં યુવાને ગળેફાંસો ખાધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામતાલુકાના અંતરજાળ ગામે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

પોલીસ સુત્રોએ જણાવ્યા અનુસાર અંતરજાળ ગામના શાંતીનગર રહેતા વિપુલ ચંદુભાઈ નાગોર (ઉ.વ.17) કોઇ બાબતે મનમાં લાગી આવતા મંગળવારના બપોરે દોઢ વાગ્યાના અરસામાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ ફાની દુનિયાને અલવીદા કહિ દીધી હતી. પોલીસે અંગે નોંધ લઈ ઘટના પાછળના કારણો જાણવાની દિશામાં તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અંતરજાળમાં થોડા સમય પહેલા ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કર્યાનો બનાવ બન્યો હતો. તેની હજી શાહી પણ સુકાઇ નથી ત્યાં બીજા બનાવથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...