Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કંડલાના દરિયામાં ટ્રેઇલર ખાબક્યું, ડ્રાઇવર લાપતા
કંડલાખાતે બુધવારે રાત્રે લાકડાંની હેરફેર ચાલતી હતી, વખતે 11 નંબરની જેટી પર એક ટ્રેઇલર અને ટ્રોલીને જોડતી પીન નીકળી જતાં ટ્રેઇલર સીધું દરિયામાં ખાબક્યું હતું. અકસ્માતને પગલે ડ્રાઇવર દરિયામાં ઓઝલ બન્યો હતો, જેને શોધવા પ્રયાસો ચાલુ હોવાનું મરીન પોલીસે જણાવ્યું હતું.
કંડલા પોર્ટ ખાતે બુધવારે રાત્રે પોણા ત્રણ વાગ્યે જેટી નં. 11 પરથી મલેશિયન લાકડાં ભરી એક સ્થાનેથી બીજા સ્થાને ખસેડતી વખતે નીલકંઠ ટ્રાન્સપોર્ટના ટ્રેઇલર નં. જીજે-12-વાય-9805નો ચાલક 12 નંબર જેટી પાસે પહોંચ્યો હતો, ત્યારે અચાનક ટ્રેઇલરને ટ્રોલી સાથે જોડતી ક્વોટર પીન તૂટી જતાં આગળનો ભાગ ઝટકાથી આગળ ધસી જતાં સીધું દરિયામાં ખાબક્યું હતું, જ્યારે લાકડાંથી ભરેલી ટ્રોલી જેટી પર પડવાના વાંકે ઉભી રહી ગઇ હતી. બનાવને પગલે અનુસંધાનપાના નં. 4
તરતઅધિકારીઓની ટુકડી ઘટનાસ્થળે ધસી ગઇ હતી, પરંતુ બચાવ કાર્ય રાતના હાથ ધરી શકાય તેવી સંભાવનાઓ હોતાં વહેલી સવારે ક્રેનની મદદથી મહામહેનતે ટ્રેઇલર બહાર કાઢી લેવામાં આવ્યું હતું, પરંતુ ડ્રાઇવર દિલીપભાઇનો કોઇ પત્તો મળ્યો નહોતો. આખો દિવસ શોધખોળ પછી પણ મોડે સુધી ડ્રાઇવરનો કોઇ પત્તો મળ્યો હોવાનું કંડલા મરીન પોલીસે જણાવ્યું હતું.
દરિયામાં ખાબકેલા ટ્રેઇલરને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યું.