Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંજારમાં ટ્રાફિક કામગીરીમાં 50 વાહનો પોલીસ ઝપટે ચડ્યાં
અંજારખાતે પોલીસે ટ્રાફિક નિયમનો અંતર્ગત નિયમો નેવે મુકીને દોડતા વાહનો પર ધોકો પછાડ્યો હતો અને કામગીરીમાં 50 જેટલા વાહનો ઝપટે ચડ્યા હતા, જેમાં પોલીસે 4 વાહનો ડિટેઇન કરી, બાકીના વાહનોને સ્થળ પર દંડ ફટકારી, 7,500નો દંડ પણ વસૂલ કર્યો હતો.
અંજાર ખાતે એસ.પી. ભાવના પટેલની સૂચના બાદ પોલીસના ટ્રાફિક વિભાગે ગુરૂવારે કાયદાનો ધોકો પછાડી નિયમો તોડી દોડતા વાહનો વિરૂદ્ધ કામગીરી હાથ ધરી હતી અને શહેરના વિવિધ વિસ્તારમાં આડેધડ પાર્ક કરાયેલા વાહનો ટોઇંગ મશીન વડે ખેંચી લઇ, ટ્રાફિકને કનડે તે રીતે પાર્ક કરાયેલા વાહનોને દંડ્યા હતા. પોલીસની કામગીરીના પગલે લગભગ 50 વાહનો ઝપટે ચડ્યા હતા અને પૈકી અધુરાશોને લઇ 4 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા તો બાકીના વાહનોને સ્થળ પર દંડ ફટકારી, સાદા એન.સી. કેસો કરવામાં આવ્યા હતા. કામગીરીમાં વાહનો પાસેથી વસુલ કરવામાં આવેલા દંડની રકમ 7,500 જેટલી થઇ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. કામગીરીના પગલે લોકોમાં ભય ફેલાયો હતો અને લોકો વાહનો બરાબર રીતે પાર્ક કરતા નજરે ચડ્યા હતા. અમુક મહિલાઓના વાહનો પણ પોલીસ કામગીરીમાં આવી જતાં મહિલાઓએ પોલીસ સાથે માથાકુટ પણ કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે, પોલીસની કામગીરીના પગલે શહેરમાં ટ્રાફિક સુચારૂ રહેતાં, કાંઇક અંશે રાહત પણ ફેલાઇ હતી.
ટ્રાફિક નિયમનની કામગીરી દરમિયાન વાહનોને ટોઇંગ કરાયા હતા.