તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મોહજાળમાં ફસાવતા ‘કેસેનોવા બોય્સ’ની કરતૂતો બહાર આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોહજાળમાં ફસાવતા ‘કેસેનોવા બોય્સ’ની કરતૂતો બહાર આવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સંકુલમાંવૈભવી યુવકોની એક ગેંગ દ્વારા યુવતીઓને ફોસલાવી વ્યભિચાર આચરવાનું વિકૃત કોમ્પિટિશન રમવામાં આવતી હોવાનું બહાર આવતા સભ્ય સમાજમાં ચકચાર મચી જવા પામી છે. બાકાયદા ટોળકી દ્વારા લિસ્ટ તૈયાર કરી મોહજાળમાં ફસાવવાનો સમયગાળો નક્કી કરાય છે. ત્યારબાદ લાગણીઓમાં ફસાવી શક્ય એટલા રૂપિયા એઠવાનો દોર ચાલે છે. અત્યાર સુધી શહેરમાં આવા ત્રણ કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.

ગાંધીધામ સંકુલના ઔદ્યોગિક વૈભવ સાથે મોટા શહેરોમાં બનતા બનાવોની તાસીર પણ દેખાવા મંડી છે. થોડા સમય પહેલા \\\'કી ગેમ\\\' થકી ચર્ચામાં આવેલા ધનાઢ્ય વર્ગ હવે તેમના નબીરાઓ દ્વારા આચરવામાં આવી રહેલા વ્યભિચારના કારણે ટોક ઓફ ટાઉન બન્યા છે. તાજેતરમાં સેક્ટર-3માં થયેલી બબાલ અને ત્યાર બાદ બહાર આવેલા તેના મૂળિયાઓ અનેક પ્રશ્નો સર્જ્યા છે. બાબત એમ છે કે, બે સપ્તાહ અગાઉ શહેરના રામલીલા મેદાન પાસે એક કારમાં બેસી રડતી યુવતી અને તેના પર રાડો પાડતો અને હાથ ઉપાડતો એક શખ્સ સ્થાનિક કેબિન ધારકોના નજરમાં આવ્યા હતા. ત્યારબાદ યુવતી અચાનક દરવાજો ખોલી પગપાળા ચાલી નીકળતા યુવક પણ તેને છોડી કાર હંકાર ચાલી નીકળ્યો હતો. પ્રથમ નજરે પ્રેમીપંખીડાઓ વચ્ચે લાગતા અંગત ઝઘડામાં સંપૂર્ણ બાબત પરથી પડદો ત્યારે ઉંચકાયો, જ્યારે સેક્ટર-3માં રહેતા તે યુવકના ઘરે યુવતી પોતાના પરિવારજનો સાથે પહોંચી અને પોતાની આપવીતી યુવકના માતા-પિતાને પણ જણાવી. સમગ્ર બાબત જાણી હતપ્રભ થયેલા વાલીએ યુવકનો રૂમ તપાસતા કેટલીક શંકાસ્પદ વસ્તુઓ અને લિસ્ટ મળી આવ્યા હતા, જેમાં શહેરની 9 યુવતીઓના નામ હતા અને દરેક આગળ સમયગાળો અને રૂપિયા લખેલા હતા. આવા લિસ્ટ તેના બે મિત્રના નામે પણ મળી આવતા કેસેનોવા બની વ્યભિચાર કરી યુવતીઓને માત્ર ઉપભોગનું સાધન ગણી રૂપિયા એઠી પોતાની વિકૃત મનોવૃત્તિને પોષતા તત્ત્વો ખુલ્લા પડી જતા ત્યારે વાલીએ પહેરેલે કપડે પુત્રને ઘરમાંથી કાઢી મુક્યો હતો. તો લિસ્ટમાં લખેલા અન્ય બે નામના યુવકના પરિવારજનોને પણ અંગે વાકેફ કર્યા હતા. જાહેર આવવા માગતા હોવાથી કોઇ વ્યક્તિએ હજી સુધી તંત્રને જાણ સુદ્ધાં કરી નથી, પરંતુ ત્રણે યુવાનોની લાગણીઓથી તરબતર થયેલી યુવતીઓને અંગે જાણ થતા તેમને ભારે આઘાત લાગ્યો હતો. એક યુવતી ડિપ્રેશનનો શિકાર બનતા તેની મનોવૈજ્ઞાનિક પાસે સારવાર પણ ચાલુ હોવાનું અને બાબત શાંત થાય ત્યાં સુધી શહેર મૂકવા મજબૂર થયેલા નબીરાઓ ગોવામાં મજા માણી રહ્યા હોવનું આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું.

ગાંધીધામમાં અત્યાર સુધી ત્રણ બનાવો સામે આવ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો