તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધૂ‌ળીયા માર્ગથી રહીશો હેરાનગતિમાં મુકાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધૂ‌ળીયા માર્ગથી રહીશો હેરાનગતિમાં મુકાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાહનોની અવર-જવરથી ઉડીને ઘરો-દુકાનોમાં ઘુસે છે, વાહનચાલકો પણ ત્રસ્ત

ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

સંકુલનામાર્ગો પર ઝરમર વરસાદના પગલે વાહનોના ટાયરોમાં ચોટી, રસ્તા પર આવી ગયેલી ધૂળે હવે માર્ગો પર પગદંડો જમાવતા લોકોની હેરાનગતીમાં વધારો થઇ રહ્યો છે. બીજી તરફ સુધરાઇના રાત્રે માર્ગોની સફાઇ કરતા બ્રશર ટ્રેક્ટરો પણ હાલ દેખાતા હોવાથી વાહનોના કારણે ઉડતી ધૂળથી માત્ર વાહનચાલકો પરેસાન નથી થતા પરંતુ દુકાનો અને મકાનોમાં પણ ધૂળનું સામ્રાજ્ય જોવા મળતાં લોકો દોજખમાં મુકાયા છે.

સંકુલમાં હજુ મેહુલીયો મન મુકીને વરસ્યો નથી પરંતુ થોડલીઘણી હાજરી માત્ર પુરાવી હોવાથી, વાહનોના ટાયરોમાં ચોંટીને રસ્તા પર આવી ગયેલા કાદવે હવે ધૂળની સ્વરૂપ લઇ લેતાં અને વાહનોની અવરજવરથી ધૂળ ઉડીને વાહનચાલકો, ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકો માટે દુવિધા સર્જી છે તો શહેરના તમામ ધૂળીયા માર્ગો આસપાસના મકાનો અને દુકાનોમાં પણ ધૂળનું આક્રમણ થતાં રહેવાસીઓ હેરાનગતિમાં મુકાયા છે. સુધરાઇ તરફથી ખોંળંગાતી સફાઇ સેવા બાદ હવે નવી સમસ્યા શહેરને કનડી રહી છે ટાંકણે સુધરાઇના બ્રશર ટ્રેક્ટરોનું કામકાજ ચોમાસાના કારણે અટકાવી દેવામાં આવ્યું હોવાથી પણ મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે ત્યારે સુધરાઇએ રસ્તા પરની ધૂળ તાત્કાલીક દૂર થાય માટે વ્યવસ્થા કરવી આવશ્યક છે.

સફાઇની કામગીરી નબળી પુરવાર થઇ

પાલિકાદ્વારા સંકુલના જુદા જુદા વિસ્તારમાં સોંપવામાં આવેલા સફાઇની કામગીરીમાં નબળાઇ છતી થઇ છે. ડોર ટુ ડોર કચરાના કલેકશન માટે અપાયેલો કોન્ટ્રાક્ટ પણ વિવાદના વમળમાં અવારનવાર અટવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો