તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઢોર પકડવા પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઢોર પકડવા પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામ-આદિપુરમાંઠેર-ઠેર રખડતા ભટકતા ઢોર વાહનચાલકો અને રહીશોને અડફેટે લઇને ઇજાનો ભોગ બનાવી રહ્યા છે. સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે લોકોએ અવારનવાર રજૂઆત કરી છે. પાલિકા દ્વારા મુદ્દે તાજેતરમાં પગલાં ભરવાની કવાયત શરૂ કરી છે. જેના ભાગરૂપે ઢોર પકડવાના ટેન્ડર બહાર પાડી ભાવ મગાવવામાં આવ્યા છે. જાગ્યા ત્યારથી સવાર સમજી પાલિકા દ્વારા લેવાયેલા નિર્ણયમાં ભૂતકાળનું પુનરાવર્તન થાય તે જોવું પડશે.

શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં ઢોરનો ત્રાસ વધી ગયો છે. છેલ્લા ત્રણ મહિનામાં ઢોર દ્વારા ત્રણથી વધુ માનવીને ઇજા પહોંચાડ્યા બાદ ગંભીર ઇજાના પગલે પ્રાણ ખોયા છે. ઉપરાંત એકલ-દોકલ કિસ્સામાં રાહદારી કે વાહનચાલકોને અડફેટે લઇ ઇજાના બનાવ બન્યા છે. ઢોરને નાથવા માટે પાલિકા પગલાં ભરે તેવી લોકોની માગણી બાદ જાગેલી પાલિકાએ તાજેતરમાં ઢોર પકડવા માટે ટેન્ડરીંગની પદ્ધતિ અપનાવી છે. સાત દિવસમાં રખડતા ભખડતા ઢોરને ટ્રક, ટેમ્પો, છકડામાં ચડાવી જે માલધારી ગૌશાળા, ગૌવંશની જાળવણી કરી શકે તેને લઇ જવા માટે ભાવ મગાવ્યા છે. સંસ્થાઓ કેવો રસ દાખવે છે તે તો આગામી દિવસોમાં સ્પષ્ટ થઇ જશે, પરંતુ હકીકત છે કે, ઢોર પકડવા માટે પાલિકા પાસે નક્કર આયોજનના અભાવે દર વર્ષે વિવાદ થાય છે. ગત વર્ષે ઢોર પકડીને ક્યાં મુકવા તેની સમસ્યા ઉદ્દભવી હતી. હવે સમસ્યાના સમાધાનના ભાગરૂપે પાંજરાપોળ કે ગૌશાળામાં મોકલી આપવાની નવી નીતિ કેટલી સુચારૂ બને તે જોવું રહ્યું.

જનતા કોલોનીમાં અડીંગો જમાવી બેઠેલા ઢોર દ્રશ્યમાન થાય છે.

ઢોરને પકડી માલિક સામે દંડ વસૂલાશે

પાલિકાવિસ્તારમાં રખડતા ઢોરને પકડીને પશુપાલક પાસેથી રૂપિયા 2100નો દંડ વસૂલવા પગલાં ભરવામાં આવનારા છે. ત્રણ દિવસમાં પકડાયેલા પશુઓને છોડાવવામાં નહીં આવે તો માલિકી હક્ક ગુમાવશે તેમ જણાવીને પશુઓને ગૌશાળા કે, ઢોરવાડામાં મોકલી નિયમસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત જાહેર સ્થળ પર વેચાતા રચકો, ઘાસચારો પણ જપ્ત કરવાની જાહેરાત કરી છે.

સમસ્યાનો હલ | લોકોને ઇજાનો ભોગ બનાવતા ઢોરને નથાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો