તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આખરે ગુનો તો નોંધવો પડ્યો પણ મગનું નામ મરી પાડ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આખરે ગુનો તો નોંધવો પડ્યો પણ મગનું નામ મરી પાડ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મિત્રો વચ્ચેની રેસ થવા છતાં ધરાર અજાણ્યા તરીકે ફરિયાદ લખાવવામાં આવતા વાદ-વિવાદ

ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

સમગ્રકંડલા સંકુલમાં ચકચાર છેડી જનારા સોમવારની રાતના ત્રેવડા અકસ્માતના બનાવ બાદ છેક ગુરૂવાર સુધી કોઇ જાતની ફરિયાદ પોલીસના ચોપડે ચડતાં લોકોમાં ચર્ચા છેડાઇ ગઇ હતી અને પોલીસ નબીરાઓને છાવરવા માટે સમાધાનની રાહ જોતી હોવાનુ઼ સામે આવ્યા બાદ તો લોકોનો રોષ ફાટી નિકળ્યો હતો. ટોક ઓફ ધી ટાઉન બનેલા કિસ્સામાં આખરે ગુરૂવારે ફરિયાદ તો દાખલ કરવી પડી હતી પણ એમ છતાં ફરિયાદ માત્ર કરવા ખાતર કરવી પડી હોય તેની ચાડી ખાતી અનેક બાબતો સામે આવી હતી.

સોમવારે રાત્રે એરપોર્ટ રોડ પર ત્રેવડો અકસ્માત સર્જનાર હોન્ડા સીટી કાર અને ઇનોવાના રોંગ સાઇડમાં સગીર ડ્રાઇવરોએ રેસીંગ કરતાં સામેથી રાઇટ સાઇડમાં આવતા પરિવારની કારને હડફેટુે લઇ જાન જોખમમાં મુકી દીધા હતા. પછી પલટી ખાઇ જતા હોન્ડા કારના ચાલકને ગંભીર ઇજાઓના પગલે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યારે અન્યોનો કોઇ અતોપતો મળ્યો નહોતો. બીજી તરફ પોલીસમાં પણ કોઇ જાતની કોઇ વિગતો મળી શકતી નહોતી. દરમ્યાન, પોલીસે સમાધાનની કોશિશો ચાલુ હોવાનુ઼ જણાવ્્યું હતું પરંતુ, નબીરો 17 વર્ષનો હોઇ, તેણે અન્યોના જાન પર જોખમ સર્જાય રીતે વાહન હંકારી, રોંગ સાઇડમાં ધસી જવાનો ગુનો કર્યો હોવાથી તેની સામે તો ગુનો નોંધવો પડે એમ હોવા છતાં ધરાર એવો કોઇ ગુનો ચોપડે ચડવા દીધો નહોતો. દિવ્ય ભાસ્કરે બાબતે ઘટનાક્રમને ખુલ્લો પાડતા, આખરે ગુરૂવારે ફરિયાદ તો નોંધાઇ હતી જેમાં ફરિયાદી માવજી વિજય આહિર (ઉ.-30) દ્વારા જાહેર થયેલી હકિકતો અનુસાર, ઇનોવા કાર નં. જીજે12-સીપી-4611 ના ચાલકે બેદરકારી અને ગફલતભરી રીતે વાહન ચલાવી હોન્ડા સીટી કારને પાછળથી ટક્કર મારતાં હોન્ડા સીટીના ચાલકને કાઠે ઇરાની હોટલની સામ, એરપોર્ટ રોડ પર ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ઉલ્લેખનીય છે કે, બનાવની વીડીયો ક્લીપમાં પોલીસ ચોપડાની હકિકતથી અલગ નજારો સામે આવતો હોઇ, શહેરના મહતમ લોકોને પોલીસની કાર્યપ્રણાલી બાબતે શંકાઓ ઉઠવા પામી રહી છે. સગીર નબીરાને રીતસર છાવરવાના પોલીસના પ્રયાસોથી રોષની લાગણી ફેલાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો