Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » બીજા દિવસે મોડી રાત સુધી ચાલુ રહી દરોડાની કાર્યવાહી

બીજા દિવસે મોડી રાત સુધી ચાલુ રહી દરોડાની કાર્યવાહી

Divyabhaskar.com | Updated - Mar 17, 2018, 04:45 AM

ગાંધીધામની શીપીંગ સબંધીત વિવિધ વ્યવસાયો સાથે સંકડાયેલા શીવ ગ્રુપના છ પ્રતિષ્ઠાનો પર આવકવેરા વિભાગની તપાસ શાખા...

  • બીજા દિવસે મોડી રાત સુધી ચાલુ રહી દરોડાની કાર્યવાહી
    ગાંધીધામની શીપીંગ સબંધીત વિવિધ વ્યવસાયો સાથે સંકડાયેલા શીવ ગ્રુપના છ પ્રતિષ્ઠાનો પર આવકવેરા વિભાગની તપાસ શાખા દ્વારા બીજા દિવસે પણ મોડી રાત સુધી કાર્યવાહી ચાલુ રહી હતી. મોડી રાતે કામગીરી આટોપવામાં આવી રહ્યુ હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.

    ગુરુવારના બપોરે રાજકોટના ઈન્કમ ટેક્સ વિભાગની ઈન્વેસ્ટીગેશન વીંગ દ્વારા સ્થાનિક ટીમના સહયોગથી સંકુલમાં શીપીંગ સાથે જોડાયેલા વિવિધ વ્યવસાયોમાં પગપેસારો કરનાર શીવ ગ્રુપના છ પ્રતીષ્ઠાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. વીંગના રાજકોટ કમીશ્નર પંકજ શ્રીવાસ્તવ, સ્થાનીક આ. કમીશ્નર આદીત્ય બીક્રમની આગેવાનીમાં ગાંધીધામમાં શીપીંગ ક્ષેત્ર સાથે જોડાયેલા શીવ ગ્રુપની પેઢીઓ શીવ શીપીંગ, શીવ લોજીસ્ટીક, શીવ હેન્ડંલીંગ એજન્સી, ટાયર્સ, રવેચી ટ્રાન્સપોર્ટ પર 6 ટીમે છ સ્થળોએ દરોડૉ પાડ્યો હતો. 30 કલાકથી વધુ કાર્યવાહિ ચાલ્યા બાદ બીજા દિવસે મોડી રાતે કામગીરી આટોપવામાં આવી રહિ હોવાનુ આધીકારીત સુત્રોએ જણાવ્યુ હતુ. તો આ સમગ્ર તપાસ કામગીરી વીંગ દ્વારા કરવામાં આવી રહિ હોવાથી સામાન્ય રીતે કરાતા ડિસ્ક્લોઝરની સંભાવના આ કિસ્સામાં ઓછી હોવાનું જાણકાર વર્તુળોએ કહ્યંુ હતું.

    તપાસ ચાલી રહી છે તે શિપિંગની ઓફિસ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending