ટેન્કરમાં બનાવેલી ટાંકીમાંથી દારૂ જપ્ત

ગાંધીધામના મીઠી રોહરના સર્વીસ રોડ પર એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે ટેન્કરમાંથી રૂ.68,000નો અંગ્રેજી શરાબ તથા ટેન્કર...

DivyaBhaskar News Network | Updated - Mar 17, 2018, 04:45 AM
ટેન્કરમાં બનાવેલી ટાંકીમાંથી દારૂ જપ્ત
ગાંધીધામના મીઠી રોહરના સર્વીસ રોડ પર એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે ટેન્કરમાંથી રૂ.68,000નો અંગ્રેજી શરાબ તથા ટેન્કર સહિત રૂ.15.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પરંતુ આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો.

આ બાબતે પોલીસ ચોપડેથી મળેલી વિગતો મુજબ,પેટ્રોલિંગ દરમીયાન પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જાડેજા અને જનકભાઇ લકુમને મળેલી ખાનગી બાતમી મુજબ,મીઠીરોહરની સીમના સર્વે નંબર 455ના પ્લોટ ન઼બર 351/1માં પ્રાઇમ લુમ્બર્સ કંપની સામેના સર્વિસ રોડ પર પીબી-03-એજે-2337 નંબરના ટેન્કરની તલાશી લેતાં દારૂનું વહન કરવાની નવી મોડેસ ઓપરેન્ડી જોવા મળી હતી જેમાં ડિઝલ ટેન્કની બાજુમાં ડિઝલ ટેન્ક જેવી જ લાગે તેવોા બોક્સમાં તથા ટેન્કરની કેબિનમાં સીટની નીચે બનાવાયેલા બોક્સમાં છુપાવેલી રૂ.45,500ની કિંમતની અંગ્રેજી શરાબની કાચની 750 એમએલની 130 બોટલ તથા અલગ-અલગ બ્રાન્ડના રૂ.23,100ની કિંમતના 180 મીલીના 231 ક્વાર્ટરીયા એમ કુલ રૂ.68,600નો અંગ્રેજી શરાબ મળીઆવતાં ટેન્કર સહિત કુલ 15.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પરંતુ દરોડા દરમિયાન આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો તેની સામે કાયદેસર ફરિયાદ નદંધી પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. પીઆઇ ભાવિન સુથારના માર્ગ દર્શન હેઠળ આ કાર્યવાહીમાં એએસઆઇ મંગલભાઇ વિંઝોડા,હેડ કોન્સ્ટેબલ હનુમંતસિંહ જાડેજા,પોલીસ કોન્સ્ટેબલ અશોકજી ઠાકોર,મુકેશ પતારિયા,પ્રવિણ આલ,તનેરાજસિંહ ચૌહાણ સહિતની ટીમ જોડાઇ હતી.

પકડાયેલો શરાબનો જથ્થો અને ટાંકી

સંકુલમાં દારૂના ધંધાર્થીઓના પેતરા

ગાંધીધામ સંકુલમાં દારૂની બદી ખુબ મોટા પ્રમાણમાં વધી રહી છે ત્યારે આ બાબતે લોકો દ્વારા થયેલી રજુઆતોના અધારે પોલીસ દારૂના ધંધાર્થીઓને પકડવા વોચમાં હોય છે પણ દારૂના ધંધાર્થીઓ પોલીસથી બચવા અવનવા પેંતરા અજમાવી રહ્યા છે જેમાં એક્ટિવા પર આગળ રાખીને લઇ જતા હોય,થોડા દિવસ પહેલાં ટ્રેનમાંથી ઉતરેલા યુવાનના થેલામાંથી શરાબ નિકળ્યો હતો,તો હવે ડિઝલ ટેન્ક જેવા લાગતા બોક્સમાં દારૂ લઇ જવાતો હતો.

X
ટેન્કરમાં બનાવેલી ટાંકીમાંથી દારૂ જપ્ત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App