• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • ગાંધીધામ રેલવે સલાહકાર સમિતિમાં ચેમ્બરની બાદબાકી?

ગાંધીધામ રેલવે સલાહકાર સમિતિમાં ચેમ્બરની બાદબાકી?

DivyaBhaskar News Network

Mar 17, 2018, 04:45 AM IST
ગાંધીધામ રેલવે સલાહકાર સમિતિમાં ચેમ્બરની બાદબાકી?
બે વર્ષ માટે અમદાવાદ મંડળ સ્ટેશન સલાહકાર સમિતિ ગાંધીધામના 10 સભ્યોની જાહેરાત કરવામાં આવતાં જ વિવાદ થયો છે. સામાન્ય રીતે ચેમ્બરના સભ્યને પ્રતિનિધિત્વ અપાતું હોય છે પરંતુ આ યાદી જોતાં તેમાં ચેમ્બરની બાદબાકી કરવામાં આવી હોવાની ચર્ચા ઉઠી રહી છે. ભાજપના જુથવાદને કારણે પણ આ વરણી હાલ ટોક ઓફ ધી મેટર બની રહી છે.

જાણકાર વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ સ્ટેશન સલાહકાર સમિતિ માટે તા.1-1-2018થી 31-12-19 સુધી સભ્યોની યાદી જાહેરા કરવામાં આવી છે. જેમાં દિપક ગાંગલાણી, રામ હરીલાલ માતંગ, લવજીભાઇ સોરઠીયા, ડૉ. સુરેશ નાયક, મૂળજી સચદે, વરૂણ ઠક્કર, જીતેન્દ્ર જૈન, ઇલા રાવ, ચંદ્રકાંત શાહ, મનોજ મુલચંદાણીનો સમાવેશ થાય છે. નગરસેવકમાં એક જ સભ્ય મુલચંદાણીની વરણી કરવામાં આવી છે. જોકે, આ યાદી જોતાં ચેમ્બરનું પ્રતિનિધિત્વ દર વખતે હોય છે પરંતુ આ વખતે તેને લગતા કોઇ આગેવાનનું નામ હોય તેવું જણાતું નથી.

હજુ બે સભ્યોની વરણી થઇ શકે છે

જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ સલાહકાર સમિતિમાં 12 સભ્યોની વરણી કરવામાં આવતી હોય છે. હાલ જે જાહેરાત થઇ છે તેમાં 10 નો જ સમાવેશ થતો હોવાથી વધુ બે આગેવાનોની વરણી થઇ શકે તેમ છે. આગામી દિવસોમાં આ બાબતનું ચિત્ર સ્પષ્ટ થશે.

X
ગાંધીધામ રેલવે સલાહકાર સમિતિમાં ચેમ્બરની બાદબાકી?
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી