Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » ગળપાદરમાં કરિયાણાની દુકાનમાંથી રૂપિયા 20 હજારનો હાથફેરો કરાયો

ગળપાદરમાં કરિયાણાની દુકાનમાંથી રૂપિયા 20 હજારનો હાથફેરો કરાયો

Divyabhaskar.com | Updated - Feb 25, 2018, 04:45 AM

ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ ગાંધીધામના ગળપાદરમાં આવેલી કરિયાણાની દુકાનમાંથી રૂ.20 હજારની ચોરીનો બનાવ એ-ડિવિઝન...

  • ગળપાદરમાં કરિયાણાની દુકાનમાંથી રૂપિયા 20 હજારનો હાથફેરો કરાયો
    ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

    ગાંધીધામના ગળપાદરમાં આવેલી કરિયાણાની દુકાનમાંથી રૂ.20 હજારની ચોરીનો બનાવ એ-ડિવિઝન પોલીસમાં નોંધાયો છે.હસમુખ ડાહ્યાભાઇ વણોલે કરેલી ફરિયાદ મુજબ,ગળપાદરના કૈલાશ નગરમાં આવેલા તેમના રાધેશ્યામ જનરલ સ્ટોરમાંથી તા.22/2ના રાત્રે 9.30 થી તા.23/2ના સવારે 6.30 વાગ્યાના સમયગાળા વચ્ચે કોઇ ઇસમો દુકાનના તાળાં તોડી રૂ.1500 રોકડા તેમજ કરિયાણાનો સામાન મળી કુલ રૂ.20 હજારની ચોરી કરી ગયા છે.આ ફરીયાદના આધારે એ-ડિવિઝન પોલીસના પીએસઆઇ એમ.એસ.પરમારે તપાસ હાથ ધરી છે.સંકુલમાં અગાઉ પણ ચોરીના બનાવો બન્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending