• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • ભારતનગરની ઇન્ડ.ના વાડામાં ઉભેલું ટેન્કર આગમાં ખાખ થયું

ભારતનગરની ઇન્ડ.ના વાડામાં ઉભેલું ટેન્કર આગમાં ખાખ થયું

શહેરના ભારતનગર વિસ્તારમાં આવેલી ફેક્ટરીના વાડામાં મોડી રાત્રે પાર્ક થયેલા ટેન્કરમાં આગ ફાટી નિકળતા અફરા તફરી...

DivyaBhaskar News Network | Updated - Feb 25, 2018, 04:45 AM
ભારતનગરની ઇન્ડ.ના વાડામાં ઉભેલું ટેન્કર આગમાં ખાખ થયું
શહેરના ભારતનગર વિસ્તારમાં આવેલી ફેક્ટરીના વાડામાં મોડી રાત્રે પાર્ક થયેલા ટેન્કરમાં આગ ફાટી નિકળતા અફરા તફરી મચી ગઈ હતી. ઘટના સમયે ટેંકર ખાલી હોવાના કારણે મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી. આગ લાગવાનું કારણ મોડી રાત્રે વીજલાઈનમાં થયેલી શોર્ટ સર્કિટની ઘટના કારણભુત હોવાનું તપાસમાં બહાર આવ્યુ હતુ. અગાઉ પણ વીજલાઈનમાં થતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના બનાવો આ વિસ્તારમાં બની ચુક્યા છે ત્યારે તંત્ર આ અંગે જાગ્રુત થઈ જરુરી પગલા ભરે તેવી માંગ ઉઠવા પામી છે.

ગાંધીધામના ભારતનગરમાં આવેલી એક ઇન્ડ્રસ્ટ્રીઝના વાડામાં ઉભેલા એક ટેન્કર શોર્ટ સર્કીટને કારણે લાગેલી આગની ઝપટમાં આવી જતાં ખાખ થયું હતું.આ બાબતે એ-ડિવિઝન પોલીસમાંથી મળેલી વિગતો મુજબ,ભારતનગરમાં આવેલી સિક્સ ઇન્ડ્રસ્ટ્રીઝના વાડામાં ઉભેલા જીજે-3-વાય-9949 નંબરના ટેન્કર ઉપરથી પસાર થતી વીજ લાઇનમાં રાત્રે 3 વાગ્યાની આસપાસ શોર્ટ સર્કીટ થવાને કારણે ટેન્કરની બાજુમાં પડેલા પુંડાના જથ્થામાં આગ લાગતાં આ આગે રૂ.7 લાખની કિંમતના ટેન્કરને લપેટમાં લીધું હતું.

X
ભારતનગરની ઇન્ડ.ના વાડામાં ઉભેલું ટેન્કર આગમાં ખાખ થયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App