ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» આરોગ્ય સહાયની માહિતી મુદ્દે સભ્યો ઉદાસીન

    આરોગ્ય સહાયની માહિતી મુદ્દે સભ્યો ઉદાસીન

    DivyaBhaskar News Network | Last Modified - Feb 25, 2018, 04:45 AM IST

    ગાંધીધામ તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે જુદી જુદી લોક સુવિધાલક્ષી સહાયની યોજનાઓ...
    • આરોગ્ય સહાયની માહિતી મુદ્દે સભ્યો ઉદાસીન
      આરોગ્ય સહાયની માહિતી મુદ્દે સભ્યો ઉદાસીન
      ગાંધીધામ તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે જુદી જુદી લોક સુવિધાલક્ષી સહાયની યોજનાઓ શરૂ કરવામાં આવી છે તેની માહિતી આપવા માટે રામબાગ રોડ પર આવેલ એક હોટલમાં વર્કશોપ યોજ્યો હતો.

      પાલિકાના સત્તાપક્ષના સભ્યો સહીતનાને આમંત્રણ આપ્યા પછી 50 ટકા સભ્યો હાજર રહેતા ગણગણાટ શરૂ થયો છે.

      સરકારની યોજનાની માહિતી આપવા માટે યોજવામાં આવતા માર્ગદર્શક વર્કશોપમાં એક યા બીજા કારણોસર પાલિકાના ભાજપના સભ્યો ઉદાસીન રહેતા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. થોડા સમય પહેલા પ્રધાનમંત્રી આવાસ યોજના માટે યોજવામાં આવેલી બેઠકમાં પણ ગણ્યા ગાંઠયા ભાજપના સભ્યોએ હાજરી આપી હતી. ત્યારબાદ શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા યોજવામાં આવેલા ઓરીએન્ટેશન વર્કશોપમાં પણ આવું જ ચિત્ર ઉપસ્યું હતું. પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રા, કારોબારી સમિતી ચેરમેન તારાચંદ ચંદનાની, મોમાયા ગઢવી, ચંદનભાઇ જૈન, પન્નાબેન જોષી, રાજેશભાઇ ભરાડીયા, મનોજભાઇ મુલચંદાણી, સુરેશભાઇ ગરવા, રતિલાલ પરમાર, પ્રવિણભાઇ સોલંકી, કોંગ્રેસના સભ્ય નીલેશ ભાનુશાળી વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા આર.યુ.પટેલ, રમેશ ગોસ્વામી, રવિ માહેશ્વરી વગેરેએ સહયોગ આપ્યો હતો.

      પાલિકામાં સભ્યોને સરકારની યોજનાની પડી નથી

      જાણકાર વર્તુળોના જણાવ્યા પ્રમાણે જે રીતે રાજ્ય સરકાર દ્વારા વિકાસના દાવાઓ કરીને જુદી જુદી બાબતો અંગે પ્રકાશ પાડવામાં આવ્યા પછી અવારનવાર વાદવિવાદ થયા છે. પાલિકા કચેરીમાં વિકાસકામના નામે લાખો રૂપિયાના કામો કરવામાં આવી રહ્યા છે તેમાં જે રીતે કેટલાક નગરસેવકો સક્રીય ભુમિકા ભજવી રહ્યા છે તેવી જ રીતે જો આ રીતે સરકારની જુદી જુદી યોજનાની માહિતી મેળવવા સક્રીય રહે તો લોકો સુધી બહોળા પ્રમાણમાં સરકારની જુદી જુદી સહાયની માહિતી પહોંચાડી શકાય તેમ છે પરંતુ કેટલાક સભ્યોને સરકારની આવી યોજનાઓમાં જરા પણ રસ નથી.

      કઇ યોજનાની માહિતી અપાઇ

      તાલુકા હેલ્થ ઓફીસર ડો. સુતરીયા દ્વારા મુખ્યમંત્રી અમૃતમ, માં વાત્સલ્ય, કસ્તુરબા પોષણ સહાય, જનની સુરક્ષા, જનની શિશુ સુરક્ષા, વૈદકીય તબીબી સહાય, મમતા દિવસ, બાલ સેવા કેન્દ્ર વગેરે યોજના અને હાલ મળતી સેવાઓની સમજણ આપવામાં આવી હતી. ડો. ભુમિકા ગજેરાએ અર્બનની કામગીરી અને ભુજ અર્બનના કવિતાબેનએ નાણાંકીય સમજણ આપી હતી.

      મહત્વના પ્રશ્નો પ્રત્યે પણ નગરસેવકોમાં નિરસતા

      સંકુલમાં જુદા જુદા પ્રશ્નો ઉઠી રહ્યા છે તેમાં મહત્વના કેટલાક પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઇએ તે લાવવામાં એક યા બીજા કારણોસર જેની જવાબદારી છે તેવા નગરસેવકો ધ્યાન દેતા નથી. જેના લીધે લોકોના પ્રશ્નોનો હલ નિકળતો નથી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: આરોગ્ય સહાયની માહિતી મુદ્દે સભ્યો ઉદાસીન
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `