• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • આરટીઆઈના જવાબ 30 દિવસમાં આપવા DPTને કમિશનની તાકીદ

આરટીઆઈના જવાબ 30 દિવસમાં આપવા DPTને કમિશનની તાકીદ

2016માં દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલામાં ડે. ચીફ વીજીલન્સ ઓફીસરની પોસ્ટની ભરતી પ્રક્રીયા અંગે આરટીઆઈ ફાઈલ કરાઈ હતી....

DivyaBhaskar News Network | Updated - Feb 25, 2018, 04:45 AM
આરટીઆઈના જવાબ 30 દિવસમાં આપવા DPTને કમિશનની તાકીદ
2016માં દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલામાં ડે. ચીફ વીજીલન્સ ઓફીસરની પોસ્ટની ભરતી પ્રક્રીયા અંગે આરટીઆઈ ફાઈલ કરાઈ હતી. જેનો રીપ્લાય કરાયા બાદ તેમા મોડુ થતા અને ઓથોરાઈડ્સ ડોક્યુમેન્ટ ન દેવા મામલે અરજકર્તા અપીલમાં ગયા હતા. જે કેસની સુનવણી થતા આયોગ દ્વારા પોર્ટ અધિકારીને આ મામલામાં નિયમાનુસાર રીપ્લાય 30 દિવસના ગાળામાં ન થયો હોવાનું માનીને આગળની તેનું ધ્યાન રાખવા સીપીઆઈઓને જણાવ્યુ હતુ. ઉપરાંત જો ફરી આ અંગેની ગેરરીતી જણાશે તો કડક પગલા ઉઠાવાશે તેવી ચેતવણી પણ આપી હતી.

ગત તા.07/09 ના જે.કે.વર્મા દ્વારા પોર્ટમાં આરટીઆઈ ફાઈલ કરી ડેપ્યુટી ચીફ વીજીલન્સ ઓફીસરની જગ્યાઓની ભરતી માટેની પ્રક્રિયા અને તેના ઈન્ટરવ્યુ ફીક્સ કરવા અંગેની માહિતી માંગવામાં આવી હતી. જે અંગે તા.13/10 ના પ્રત્યુતર આપતા એ.કે. શ્ર્મા અને જી. સુરેશની નીમણૂક કરાઈ હોવાનું તા.13/10 ના રીપ્લાય ડૅપ્યુટી સેક્રેટરી, સીપીઆઈઓએ કર્યો હતો. અરજકર્તા માહિતી સાથે સંતુષ્ટ ન થતા પ્રથમ અપીલ 14/10, ત્યારબાદ તા.18/10 ના કમ્પલેન દાખલ કરી હતી. જે કેસ સેંટ્રલ ઈન્ફોર્મીશન કમીશનમાં ચાલી જતા તેમણે તમામ માહિતી અપીલ દ્વારા પુર્તી કરાઈ હોવાનું જણાવી માહિતી આપવામાં વિલંબ થયો હોવાનું જણાવ્યુ હતુ. કોઇ ભુલ દેખાશે તો કડક કાર્યવાહિ કરાશે તેમ જણાવી ઓર્ડરની કોપી કન્સર્ન પાર્ટીને નિઃશુલ્ક મોકલવા ચુકાદો આપ્યો હતો.

માહિતી અધિકારનો ઉપયોગ

નાગરીકોની જુદી જુદી માહિતીઓ મળી રહે તે માટૅ માહિતી અધિકારનો કાયદો અમલમાં આવ્યા પછી તેના કેટલાક સારા પરીણામો પણ આવ્યા છે. માહિતી મેળવીને સરકારની પોલ પણ કેટલીક વખત ખુલતી હોય છે જ્યારે આજ અધિકાર હેઠળ કેટલીક વખત દુરપયોગ કરવા માટૅ પણ કેટલાક લોકો માહિતી અધિકારનું હથીયાર ઉગામતા હોય છે.

X
આરટીઆઈના જવાબ 30 દિવસમાં આપવા DPTને કમિશનની તાકીદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App