Home » Gujarat » Bhuj » Gandhidham » ગાંધીધામ બસ સ્ટેશન સામે ટ્રક અને ટ્રેઇલર ટકરાયાં, જાનહાની ટળી

ગાંધીધામ બસ સ્ટેશન સામે ટ્રક અને ટ્રેઇલર ટકરાયાં, જાનહાની ટળી

Divyabhaskar.com | Updated - Feb 25, 2018, 04:45 AM

ગાંધીધામના એન્ટ્રી પોઈન્ટ પર બ્રીજના નિર્માણ બાદ કંડલા જવા માંગતા ભારે વાહનો શહેરમાં આવ્યા વીના બારોબાર પસાર થઈ...

  • ગાંધીધામ બસ સ્ટેશન સામે ટ્રક અને ટ્રેઇલર ટકરાયાં, જાનહાની ટળી
    ગાંધીધામના એન્ટ્રી પોઈન્ટ પર બ્રીજના નિર્માણ બાદ કંડલા જવા માંગતા ભારે વાહનો શહેરમાં આવ્યા વીના બારોબાર પસાર થઈ જતા સંકુલના ટ્રાફીકને ખલેલ પડતો અટક્યો હોવા છતા બ્રીજ આસપાસ વધતા અકસ્માત અને ટ્રાફીકની ઘટનાઓથી ચીંતાની રેખાઓ સ્થાનીકોમાં પ્રસરી છે. ગત સપ્તાહેજ ત્રણ અલગ અલગ કિસ્સાઓમાં સામાન્ય અકસ્માત બાદ ટ્રાફીક જામની ઘટના બની હતી.

    ગાંધીધામ બસ સ્ટેશન સામેના બ્રીજ ઉપર ટ્રક અને ટ્રેઇલર ઓવરટેક કરવા જતાં ટકરાઇ ગયા હતા જો કે સદ્દભાગ્યે આ અકસ્માતમાં કોઇ જાન હાની કે મોટી ઇજાઓ થઇ ન હતી માત્ર બન્ને ગાડીઓને થોડું નુકશાન ગયું હતુ઼.આ અકસ્માત થવાને કારણે થોડીવાર ટ્રાફિક અવરોધાયો હતો જોકે ખહુ નુકશાન પણ ન હોતાં બન્ને ગાડીઓ હટી જતાં ટ્રાફિક ફરી રાબેતા મુજબ શરૂ થઇ ગયો હતો.જોકે, આ અકસ્માતની પોલીસમાં કોઇ નોંધ કરાવાઇ ન હતી.

    ડ્રાઈવરોની ચેકિંગ ક્યારે કરશે તંત્ર?

    આરટીઓ અને ટ્રાફીક પોલીસ દ્વારા લગાતાર ભારે વાહનો ચલાવતા ડ્રાઈવરોની ચેકિંગ હાથ ધરાય તો બહારના રાજ્યોથી પોતાની સાથે લાવતા નશીલા દ્રવ્યો મોટી સંખ્યામાં મળી આવે તેવી સંભાવના હોવાનું જાણકાર વર્તુળોનું માનવુ છે ત્યારે આ દિશામાં તંત્ર સંક્રિય થઈને ક્યારે કાર્યવાહિ કરે છે તે જોવુ રહ્યુ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ