Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » સાતવાળી સહીતના વિસ્તારમાં નિયમિત સફાઇ થતી નથી

સાતવાળી સહીતના વિસ્તારમાં નિયમિત સફાઇ થતી નથી

Divyabhaskar.com | Updated - Feb 25, 2018, 04:45 AM

ગાંધીધામ આદીપુરમાં સફાઇની કામગીરી વ્યવસ્થિત રીતે થાય અને નિયમિત રીતે જે તે વિસ્તારમાં સારી રીતે કચરો ઉપાડી...

  • સાતવાળી સહીતના વિસ્તારમાં નિયમિત સફાઇ થતી નથી
    ગાંધીધામ આદીપુરમાં સફાઇની કામગીરી વ્યવસ્થિત રીતે થાય અને નિયમિત રીતે જે તે વિસ્તારમાં સારી રીતે કચરો ઉપાડી ચોખ્ખુ ચણાક રહે તે માટે પાલિકાએ દરબાર વેસ્ટ કોર્પોરેશનને ઘેર ઘેર કચરો ઉપાડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. સાથે સફાઇ કરવા માટે પણ કાર્યવાહી કરાવવામાં આવી છે. લાખો રૂપિયાના ખર્ચે અપાયેલા કોન્ટ્રાક્ટમાં અવારનવાર જે તે વિસ્તારમાં સફાઇ થતી ન હોવાની ફરિયાદ ઉઠે છે. હાલ સાતવાળી, બારવાળી સહીતના વિસ્તારોમાં નિયમિત રીતે સફાઇ કરવામાં આવતી નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે.

    સંકુલમાં સફાઇની કામગીરી વિવાદ ઉભા કરે છે. સંકુલના કેટલાક વિસ્તારમાં સારી રીતે સફાઇની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ કેટલાક વિસ્તારમાં ઉદાસીનતા સેવવામાં આવતી હોય તેવું ચિત્ર પણ વખતો વખત ઉભું થતું હોય છે. ઘેર ઘેર જઇને કચરો ઉપાડવાના કોન્ટ્રાકટ આપ્યા પછી કેટલાક વિસ્તારમાં આ કામગીરી સામે પ્રશ્નો પણ ઉભા થયા છે. વળી નિયમિત રીતે સફાઇ થવી જોઇએ તે કરવામાં પણ આવતી નથી. મુખ્ય બજાર સહીતના વિસ્તારમાં પણ અવારનવાર આવા પ્રશ્નો ઉભા થયા છે. સફાઇની કામગીરી નિયમિત રીતે વ્યવસ્થિત થાય તે માટે પગલા ભરવા જોઇએ તે ભરાતા નથી તેવી કેટલાક વિસ્તારના રહીશોમાંથી બુમ ઉઠી રહી છે. આદીપુરની સાતવાળી, બારવાળી વિસ્તારમાં સફાઇના ઠેકાણા ન હોવાથી રહીશો દ્વારા આ બાબતે ફરીયાદ પણ કરવામાં આવી છે પરંતુ કોઇ પણ પરિણામ આવ્યું નથી તેમ લક્ષ્મણ સેવાણી નામના નાગરીકએ જણાવ્યું છે. સફાઇના સ્ટાફને પણ ઘટાડી દેવામાં આવ્યો હોવાની વાત બહાર આવી રહી છે.

    સર્વેમાં પણ દેશમાં ડંકો વગાડયો હતો

    સફાઇ સંદર્ભે રાષ્ટ્રીય લેવલે થયેલા સર્વેમાં ગાંધીધામ નગરપાલિકાએ 67મો નંબર મેળવ્યો હતો. જ્યારે થોડા સમય પહેલા પણ સર્વે માટે આવેલી ટીમને કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં સફાઇની કામગીરી નિયમિત રીતે કરવામાં આવી હતી. આ ટીમને જુદા જુદા સારા લોકેશનો બતાવાયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending