ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

કંડલા મરિન પોલીસે બીપીસીએલની પાઇપલાઇનમાં કાણું પાડી ડિઝલ ચોરી કરનાર 4 શખસોને પકડી કોર્ટમાં રજુ કર્યા હતા જ્યાં બે દીવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા હતા.

આ બાબતે કંડલા મરિન પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે,17 ફેબ્રુ.ના એલસીબીએ કંડલા ઓઇલ જેટીથી બીપીસીએલ સ્ટોરેજ સુધી ડિઝલ પરિવહન કરતી પાઇપલાઇનમાંથી કાણું પાડી ડિઝલ ચોરી થઇ રહી હતી ત્યારે દરોડો પાડી રૂ.1,17,250ની કિંમતનું ડિઝલ કબજે કરાયું હતું પરંતુ ડિઝલ ચોરો નાસી ગયા હતા આ નાસી ગયેલા ડિઝલ ચોરોમાં ખારી રોહરના અબ્બાસ ઉર્ફે અભુ ઇસ્માઇલ ખારા,હુશેન ઇસ્માઇલ ખારા,હાજી ઉર્ફે નેપાળી જાકુ કોરેજા અને ગાંધીધામના કાર્ગો વિસ્તારના રાજુ રેવા પરમારને ગુરૂવારે પકડી લીધા હતા અને કોર્ટમાં રજુ કર્યા હતા.કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કરતાં પોલીસે પુછપરછ આદરી છે.કંડલા પોર્ટની ફ્લોટિલા જેટી પર લાગેલા ટગમાં ઓછું ડિઝલ ભરી બહાર જઇ રહેલા બે ટેન્કરોમાંથી રૂ.5.36 લાચખની કિંમતનું 8000 લીટર ચોરાઉ ડિઝલ સાથે બે ચાલકો રાજેશગર તથા ઇકબાલ લાડકાને પકડ્યા બાદ તેમની પુછ પરછ દરમિયાન પોર્ટના ત્રણ અધિકારીઓ સ્ટોરકિપર કે.ભાસ્કરરાવ તેમજ એન્જિનિયરો અબ્દુલ અહદ તથા એસ.સી.મોહન્તીની સંડોવણી ખુલતાં કંડલા મરિન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.કંડલા પોર્ટમાં પકડાયેલા આ ડિઝલ કૌભાંડની તપાસ ગાંધીધામ એલસીબીને સોંપાઇ છે.આ બાબતે પીઆઇ જે.પી.જાડેજાને પુછતાં તેમણે જણાવ્યું હતું કે ડિઝલ કાંભાંડની તપાસ એલસીબીને સોંપાઇ છે અને આ કૌભાંડની તમામ કડીઓ તપાસી કેટલા સમયથી આ કૌભાંડચાલી રહ્યું હતું,અન્ય કોણ સંડોવાયેલું છે કેટલા ટ્રાન્સ્પોર્ટરો સંકળાયેલા છે,અગાઉ કેટલી આ પ્રકારની ખેપ મારવામાં આવી છે આ તમામ પાસાઓની તપાસ કરી આ આખા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે,કંડલા વિસ્તારમાં ડિઝલ ચોરી મોટા પ્રમાણમાં થતી હોય છે અને ડિઝલ ચોરી કરનારાઓ અલગ અલગ મોડસ ઓપરેન્ડી અપનાવી ડિઝલ ચોરી કરી લે છે ત્યારે હવે એલસીબીએ પહેલાં પાઇપલાઇનમાં કાણું પાડી કરાતી ચોરીનો પર્દાફાશ કર્યો અને હવે કંડલા પોર્ટના ત્રણ અધિકારીઓની જેમાં સંડોવણી ખુલી છે તેની તપાસ પણ એલસીબીને સોંપાતા ડિઝલ ચોરી કરનારા તત્વોમાં ફફળાટ ફેલાયો છે.