• Gujarati News
  • National
  • અંજારમાં કામના પૈસા માગ્યા, મળ્યા લાફો અને અપમાન

અંજારમાં કામના પૈસા માગ્યા, મળ્યા લાફો અને અપમાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારની ખેતરપાળ સોસાયટીમાં ઘરનું પ્લંબિંગ કામ કરી તેના પૈસા માગનાર કારીગરને લાફો મારી અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આરોપીઓ સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ અંજાર પોલીસે ગુનો નોંધ્યો હતો.વિજયનગરમાં રહેતા 24 વર્ષીય પ્રવિણભાઇ વેરશી મહેશ્વરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ,અંજારની ખેતરપાળ સોસાયટી-4માં રહેતા ભરતભાઇ બાવાજીના મકાનના પ્લમ્બીંગ કામનો કોન્ટ્રાક્ટ પાર્થ ટ્રેડર્સના રાજેશભાઇના કહેવાથી રાખ્યો હતો આ સંદર્ભે પ્રવિણભાઇને રૂ.2000 આપ્યા બાદ બાકી નિકળતા રૂપિયા માગતાં ભરતભાઇ અને રાજેશભાઇએ પ્રવીણને લાફો મારી જાતિ અપમાનિત શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી દેતાં ફરિયાદના આધારે અંજાર પોલીસે ઇ.પી.કો. કલમ 323,506(2),114 એટ્રોસીટી એક્ટ 3(1)(આર),3(2)(5-એ) મુજબ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...