તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કંડલા IOCની પાઇપલાઇનમાંથી 1.82 લાખના પુર્જાઓની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંડલા IOCની પાઇપલાઇનમાંથી 1.82 લાખના પુર્જાઓની ચોરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કંડલાખાતે આવેલી આઇ.ઓ.સી.એલ. કંપનીની કંડલા-વિરમગામ પાઇપલાઇનને નિશાન બનાવી ગત તા. 7/3ના તસ્કરો 1,82,819 રૂપિયાનો સાધન-સરંજામ ચોરી ગયા હતા. બનાવની જાણ થતાં આઇઓસીના અધિકારીએ પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

કંડલા ખાતે આવેલ આઇ.ઓ.સી.એલ. ના સ્ટોરેજ ટર્મીનલમાંથી કંડલા-વિરમગામ પાઇપલાઇનમાંથી ગત તા. 7/3 ના કોઇ અજાણ્યા ઇશમોએ રાત્રીના 2:30 વાગ્યાથી સવાર સુધીમાં હાથ મારી, વાલ્વ, ક્લેમ્પ, એલ્બો, હાઇડ્રોનેટ વગેરે પુર્જાઓ કાઢી લીધા હતા અને ઉઠાવી જવામાં આવ્યા હતા.

ચોરી જવાયેલા પુર્જાઓની કિંમત કંપની દ્વારા 1,82,819 જાહેર કરવામાં આવી હતી. બનાવ સબંધે આઇઓસીએલના સ્થાનીક અધિકારી સુનિલકુમાર મનોહરલાલ મોરી (ઉ.36) દ્વારા કંડલા મરીન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે હરામખોરોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતીમાન કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કંડલામાં કેમીકલોની પાઇપલાઇનમાં અગાઉ પણ રીતે માલ-સામાનની ચોરીઓ થઇ ચુકી છે જેમાં તપાસ બાદ પણ આજ સુધી તસ્કરોને ઝડપી શકાયા નથી.

એમ માનવામાં આવે છે કે, રીતે હેવી પાઇપલાઇનમાંથી પુર્જાઓની ચોરી કરવા માટે કુશળ માણસો અને મોટા વાહનો હોવા જરૂરી હોય છે ત્યારે તરફ કેમ તપાસ થતી નથી તે સવાલ છે. હાલ કંડલામાં ડિટેક્શન રેટ ઉંચો છે ત્યારે મીટ મંડાઇ છે.

7/3નો બનાવ પોલીસ ચોપડે ચડતાં તપાસનો ધમધમાટ

કંપનીની દિવાલ કુદી અંદરથી ચોરી કરી જવાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો