• Gujarati News
  • પાિલકાની રસ્તા પહોળા કરવાની કામગીરી વેગવંતી : આગામી િદવસોમાં મોટા પાયાના દબાણ દૂર કરાશે

પાિલકાની રસ્તા પહોળા કરવાની કામગીરી વેગવંતી : આગામી િદવસોમાં મોટા પાયાના દબાણ દૂર કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાિલકાની રસ્તા પહોળા કરવાની કામગીરી વેગવંતી : આગામી િદવસોમાં મોટા પાયાના દબાણ દૂર કરાશે
ભાસ્કરન્યૂઝ. ગાંધીધામ
નગરપાલિકાદ્વારા શહેરના જુદાઢજુદા વિસ્તારોમાં રસ્તા પહોળા કરવા અને ફૂટપાથ પર પેવર બ્લોક નાખવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી અંદાજે 26 જેટલા દબાણકારને નોટિસ આપવામાં આવી છે. બુધવારે ડીબીઝેડ નોર્થ વિસ્તારના વધુ 19 દબાણકારને નોટિસ પાઠવવામાં આવી હોવાની વિગત મળી રહે છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નગરપાલિકા દ્વારા સાઉથ અને નોર્થ વિસ્તારમાં રસ્તો પહોળો કરવા અને ફૂટપાથ પર પેવર બ્લોક બનાવવા અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. વોલ ટુ વોલ પેવર બ્લોક નાખવાની કામગીરીમાં અડચણરૂપ કેટલાંક દબાણો દૂર કરવામાં આવ્યાં છે. અંગે અગાઉ 26 દબાણકારને નોટિસ પણ પાઠવવામાં આવી હતી. જોકે, દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં લીંપાપોતીનું રાજકારણ પણ રમાઇ રહ્યું હોવાની ફરિયાદ ઉઠી છે. દરમિયાન, નોર્થ વિસ્તાર પહેલાં સેક્શન 11થી 20 ડીબીઝેડ શોપની પાછળના ભાગે મોટા પાયા પર દબાણ કરવામાં આવ્યું છે. દબાણ દૂર કરવા માટે નગરપાલિકાએ નિર્ણય લીધો છે. પેવર બ્લોકની કામગીરીમાં અડચણરૂપ એવા 19 દબાણકારને દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી છે. જોકે, અત્યાર સુધી અપાયેલી નોટિસમાં ઉલ્લેખનીય કહી શકાય તેવી કામગીરી થઇ નથી. હાલ આપવામાં આવેલી નોટિસમાં મોટા પાયા પર દબાણ હોવાથી આગામી દિવસોમાં જો કોઇ અડચણ આવે, તો મોટા પાયા પર દબાણ દૂર થશે તેવી શક્યતા ઊભી થઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નગરપાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરી અનેક વખત પ્રશ્નાર્થ ઊભા કરે છે. ઝંડાચોક પાસે વર્ષો પહેલાં મંજૂરીથી મૂકવામાં આવેલી કેબિનો હાલ અડચણરૂપ હોવાથી તેને દૂર કરવાની કામગીરીમાં કારોબારી સમિતિની તાજેતરની બેઠકમાં પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને જે-તે સમયે વર્ષો પહેલાં આપવામાં આવેલી મંજૂરીમાં પાકી કેબિન હોય અને નિયમિત પૈસા ભર્યા હોય તેને મંજૂરી અપાશે, તેવો નિર્ણય લેવાયો હતો. નિર્ણયની અમલવારી કેવી અને કેટલી થાય છે તે જોવું રહ્યું.
દબાણ દૂર કરવા માર્ગ મોકળો થયો
પાલિકાવચ્ચેલાંબા સમયથી કલેક્ટર કચેરીમાં કાનૂની વાદ-વિવાદ ચાલતો હતો. આદિપુરના મદનસિંહ સર્કલ બાજુ વોર્ડ 2/એમાં વર્ષ 1984થી 1990 વચ્ચેના સમયગાળા દરમિયાન લારી-ગલ્લા મૂકવામાં આવ્યા હતા. લારી-ગલ્લા હટાવવા પાલિકાએ કાર્યવાહી હાથ ધરી હતી. દબાણકર્તાઓ દ્વારા કલેક્ટર સમક્ષ અપીલ કરવામાં