તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શ્રેષ્ઠ સંતાન આપીને આપણે સૃષ્ટિના ઉપકારનો બદલો વાળી શકીએ

શ્રેષ્ઠ સંતાન આપીને આપણે સૃષ્ટિના ઉપકારનો બદલો વાળી શકીએ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમથભારત ગર્ભ વિજ્ઞાન અને ગર્ભ સંસ્કરણ કેંદ્ર દ્વારા રોટરી ભવન ખાતે ઉતમ સંતાન પ્રાપ્તિ ઈચ્છતા માતા પીતા માટૅ સેમીનાર યોજાયો હતો. સેમીનારમાં ચીલ્ડ્રન યુનિવર્સીટીના ડાયરેક્ટર દિવ્યાંશુભાઈ દવે, ડો. હિતેશ જાની, ડૉ. કરીશ્મા નારવાણી, ડો. નરેશ જોષી, ડો. ચંક્રકાંત ઠક્કર, ડો. કવિતા ઠ્કકર અને ભારતીબેન ધોકાઈ દ્વારા શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ માટૅ વાલીએ શું કરવુ જોઇએ તે અંગે વિસ્તુત માહિતી આપી હતી.

દિવ્યાંશુભાઈએ જણાવ્યુ હતુ કે શ્રેષ્ઠ સંતાન આપીને આપણે સૃષ્ટિના રુણમાંથી વાલીઓ મુક્ત થાય છે. હિતેશભાઈ જણાવ્યુ હતુ કે વાલી જેવા બનશે, તેવુંજ બાળક બનશે, જેથી પહેલા વાલી શ્રેષ્ઠ બને અને શ્રેષ્ઠ જીવાત્માને આમંત્રણ આપી દેશને ફરી વિશ્વગુરુ બનાવવા યોગદાન આપો. સેમિનારને સફળ બનાવવા લોહાણા યુવક મંડળ, શિશું મદિરેના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

ગાંધીધામમાં સમર્થ ભારત ગર્ભ વિજ્ઞાન, ગર્ભ સંસ્કરણ સેમીનાર યોજાયો

અન્ય સમાચારો પણ છે...