તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાખડી રાષ્ટ્રધ્વજથી બજાર ઉભરાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાખડી- રાષ્ટ્રધ્વજથી બજાર ઉભરાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

રક્ષાબંધનજેમ નજીક આવી રહી છે તેમ રાખડીઓનું બજાર ખૂલી રહ્યું છે, પરંતુ વખતે રાખડીઓના નવા આવેલા સ્ટોકમાં 5થી 10 ટકા જેટલો ભાવવધારો જોવામાં આવી રહ્યો છે. તો તેની સામે જોઇએ તેવું માર્કેટ ખૂલ્યું હોવાનું પણ વેપારી વર્ગ જણાવી રહ્યો છે. પણ દરવર્ષની જેમ અનેકવિધ નવી વેરાઈટી, ડિઝાઈનોની રાખડી સાથે માર્કેટ સુશોભીત થઈ ઉઠ્યું છે. સાથે સ્વાતંત્રતા દિવસ હોવાથી બજારમાં રાષ્ટ્રધ્વજ પણ મોટી માત્રામાં દ્રશ્યમાન થઇ રહ્યા છે.

ભાઈ-બહેનના વચ્ચેના પ્રવિત્ર બંધનના તહેવાર રક્ષાબંધન આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે શહેરની બજારો અનેકવિધ ડિઝાઈનો, વેરાઈટીઓની રાખડીઓ સાથે સજ્જ થઈ ઉઠ્યું છે. અમેરીકન ડાયમંડ અને કલકત્તી બુટીવાળી ખાસ રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. તો બાળકોને ખુબ પસંદ એવા કાર્ટૂન્સ, છોટાભીમ, ડોરેમોન, ડકટેલ્સ, મિકીમાઉસ, હનુમાનજીના ચહેરાવાળી અને લાઈટોવાળી રાખડીઓ પણ ધૂમ મચાવી રહી છે. તે સિવાય પણ એવરગ્રીન પસંદ ગણવામાં આવતી રજવાડી હિરાજડીત રાખડીઓ, ચાઈના બીટ્સ રાખડીઓ, રૂદ્રાક્ષ, તુલસીના પારાવાળી રાખડીઓ, દોરીની ગુંથણી વાળી, મોતીની, જયપુરી સ્ટોન, ડાયમંડ, ક્રિસ્ટલવાળી સહિત સંખ્યાબંદ ડિઝાઈનો સાથેની રાખડીઓ માર્કેટમાં આવી છે. આગામી 18 ઓગસ્ટના રક્ષાબંધન છે, ત્યારે હજી બજારમાં જોઇએ તેવો માહોલ સર્જાયો હોવાનું વેપારી જણાવી રહ્યા છે. તેમના મત મુજબ 15મી ઓગસ્ટ બાદ છેલ્લા બે દિવસમાં ખરીદી નીકળતી હોય છે અને બજાર ઉભરાઈ ઉઠે છે, પરંતુ વખતે ફ્રેન્ડશિપ ડેના ધારણા બાંધી બેઠેલા બજારમાં વધુ ચહલ-પહલ દેખાતાં વેપારીઓમાં ચિંતાનો માહોલ છે. હવે મહત્તમ રાખડી સહિતના સામાનોમાં ઓડ આંકડાઓ નહીં પણ રાઉન્ડ ફિગર લેવાનો ધારો પ્રચલિત બન્યો છે. એક સમયે બે-ત્રણ રૂપિયામાં મળતી રાખડીઓ હવે માત્ર 5માં અને 7માં મળતી 10માં મળે છે. કિંમતોમાં ગત વર્ષની સરખામણીએ 5થી 10 ટકાનો વધારો હોવાનું વેપારી સૂત્રો જણાવી રહ્યા છે.

ઓનલાઈન રાખડી મોકલવાની વધતી ફેશન

આજકાલટેક્નોલોજીનો સમાજ જીવન પર ઉંડો પ્રભાવ જોવા મળી રહ્યો છે. તહેવારોથી લઈ તેની રૂઢીગત પરંપરાઓ પણ તે મુજબ પરિવર્તન આવી રહ્યા છે. પહેલાં રાખડી સાથે સાસરે રહેતી બહેન કંકુ છાંટી ભાઈ અને પરિવારની શુભ કામના કરતો પત્ર લખતી જેની સામે વિવિધ વેબસાઈટો થકી ઓનલાઈન રાખડી સિલેક્ટ કરી એડ્રેસ નાખતા વિશકાર્ડ સાથે બહેનના હાથમાં આવ્યા વિના સીધી ભાઈના ઘરે પહોંચી જાય છે. મોટા પ્રમાણમાં લોકો હવે રાખડી, ભેટસોગાદો દેવા માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરવા લાગ્યા છે, જેના કારણે ટપાલનો ઉપયોગ હવે ખૂબ ઓછો કરાય છે.

વેપારીઓજૂનો સ્ટોક ખાલી કરવાના મૂડમાં

ફ્રેન્ડશિપડેના વેપારીઓએ જૂનો પડેલો સ્ટોક ખાલી કરવા કાઢ્યો હતો, પરંતુ ઠંડા માર્કેટમાં ભાવ તોડ્યા છતાં અપેક્ષા કરતાં ઓછું વેચાણ થતાં વેપારીઓમાં નારાજગી છવાઈ હતી. નવી ડિઝાઈનોની માંગ ઉઠી રહી છે, પરંતુ સામે જૂનો માલનો ભરાવો થયો હોવાથી તેને પણ કાઢવો જરૂરી હોઇ પ્રથમ જૂના સ્ટોકને ખાલી કરવાના મૂડમાં ધંધાર્થીઓ દેખાઈ રહ્યા છે.

ફ્રેન્ડશિપ ડે બાદ, રક્ષાબંધનમાં પણ માર્કેટ ખૂલ્યું હોવાની રાવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો