ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» હાઉસીંગ બોર્ડની પોલીસ લાઇનના કવાટર્સ પડુંપડું

    હાઉસીંગ બોર્ડની પોલીસ લાઇનના કવાટર્સ પડુંપડું

    DivyaBhaskar News Network | Last Modified - Feb 25, 2018, 04:40 AM IST

    હાઉસીંગ બોર્ડની પોલીસ લાઇનમાં બનાવવામાં આવેલા કવાટર્સ છેલ્લા કેટલાક સમયથી ખંડેર હાલતમાં થઇ જતા બીનઉપયોગી થઇ...
    • હાઉસીંગ બોર્ડની પોલીસ લાઇનના કવાટર્સ પડુંપડું
      હાઉસીંગ બોર્ડની પોલીસ લાઇનના કવાટર્સ પડુંપડું
      હાઉસીંગ બોર્ડની પોલીસ લાઇનમાં બનાવવામાં આવેલા કવાટર્સ છેલ્લા કેટલાક સમયથી ખંડેર હાલતમાં થઇ જતા બીનઉપયોગી થઇ ગયા છે. પડુ પડુ થઇ રહેલા આ બીલ્ડીંગના મકાનના કેટલાક દરવાજા સહીતનો સરસામાન પણ કાઢી લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા તાકીદે પગલા ભરીને અહીં કેટલીક વખત થયેલી અસામાજીક પ્રવૃત્તિ રોકવા માટે પગલા ભરવામાં આવે તેવી માંગણી અહીંના રહીશો કરી રહ્યા છે.

      મળતી માહીતી મુજબ પોલીસ લાઇનના કવાટર્સ બનાવવામાં આવ્યા હતા. બનાવવામાં આવેલા આ કવાટર્સ ખંડેર હાલતમાં થતા એક પછી એક પોલીસ સ્ટાફ મુકી ગયા હતા. મકાનના બારી બારણા સહીતના સામાન પણ કાઢી લેવામાં આવ્યા છે. કેટલાક લોકો હજુ વસવાટ કરી રહ્યા છે પરંતુ ખંડેર બનેલા આ સ્થળે અસામાજીક તત્વોની રંજાડ શરૂ થઇ હોવાની ફરિયાદ ઉઠી રહી છે. રહીશોને આ અસામાજીક પ્રવૃત્તિમાંથી મુક્તિ મળે તે માટે પોલીસ તંત્રએ તાકીદે પગલા ભરવામાં આવે તેવી ગુહાર લગાવવામાં આવી રહી છે. અગાઉ આ બાબતે રજુઆત પણ કેટલાક રહીશો દ્વારા કરવામાં આવી હતી પરંતુ તે પ્રત્યે ધ્યાન આપવામાં આવ્યું ન હતું. તાકીદે આ બાબતે ઘટતી કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા મુહુર્ત જોવામાં ન આવે તે ઇચ્છનીય છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: હાઉસીંગ બોર્ડની પોલીસ લાઇનના કવાટર્સ પડુંપડું
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `