Home » Gujarat » Bhuj » Gandhidham » રામબાગમાં 10 ટ્રેક્ટર કચરો કાઢીને વૃક્ષારોપણ કરાયું

રામબાગમાં 10 ટ્રેક્ટર કચરો કાઢીને વૃક્ષારોપણ કરાયું

Divyabhaskar.com | Updated - Feb 25, 2018, 04:40 AM

સંત નિરંકારી મિશનના સદગુરુ બાબા હરદેવસિંહ મહારાજની 64મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં સફાઇ અભિયાન અને...

  • રામબાગમાં 10 ટ્રેક્ટર કચરો કાઢીને વૃક્ષારોપણ કરાયું
    સંત નિરંકારી મિશનના સદગુરુ બાબા હરદેવસિંહ મહારાજની 64મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં સફાઇ અભિયાન અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીધામની સરકારી હેાસ્પિટલ રામબાગમાં હોસ્પિટલની સફાઇ અને વૃક્ષારોપણનો પણ સમાવેશ થાય છે. 10 ટ્રેક્ટર કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો અને 100 જેટલા સભ્યોએ સેવાયજ્ઞમાં ભાગ લઇને સફાઇ કરી હતી. રામબાગ હોસ્પિટલમાં સંકુલને ચોખ્ખુ ચણાક બનાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના સભ્યો જોડાયા હતા. સંત નિરંકારી સત્સંગ ભવન ગાંધીધામના પ્રમુખ દાદા હોતચંદ ટહેલાણી વગેરેએ ભાગ લીધો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ