ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» અંજારમાં સામુહિક બાઇક ચોરીનો પ્રયાસ નિષ્ફળ

    અંજારમાં સામુહિક બાઇક ચોરીનો પ્રયાસ નિષ્ફળ

    DivyaBhaskar News Network | Last Modified - Feb 25, 2018, 04:40 AM IST

    અંજારની બે સોસાયટીઓમાંથી ચાર બાઇક ચોર્યા બાદ બીજા વહાનોની ચોરી કરવા ગયા અને પોલીસ પહોંચી આવતાં સામુહીક વાહનચોરી...
    • અંજારમાં સામુહિક બાઇક ચોરીનો પ્રયાસ નિષ્ફળ
      અંજારમાં સામુહિક બાઇક ચોરીનો પ્રયાસ નિષ્ફળ
      અંજારની બે સોસાયટીઓમાંથી ચાર બાઇક ચોર્યા બાદ બીજા વહાનોની ચોરી કરવા ગયા અને પોલીસ પહોંચી આવતાં સામુહીક વાહનચોરી કરવા આવેલી ગેંગ રફુચક્કર થઇ ગઇ હતી.

      આ બાબતે વીગતો આપતાં અંજાર પોલીસના પીએસઆઇ સી.ડી.પટેલે માહિતિ આપતાં જણાવ્યું હતું કે,શુક્રવારે રાત્રીના 3 વાગ્યાની આસપાસ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન શહેરની શિવાજીનગર અને શાંતિનગર સોસાયટીમાં વાહન ચોરી કરવા ઘુસેલી ગેંગ શિવાજીનગર સોસાયટીના કામનના આંગણામાં રખાયેલી ત્રણ બાઇક અને એક એક્ટિવા હેંડલ લોક તોડેલી હાલતમાં જાહેર રસ્તા ઉપર રખી બીજા વહાનો ચોરી કરવા અંદર ગયેલા હતા ત્યારે આ હાલતમાં ઉભેલા વાહનોને જોઇ પોલીસ ઉભી રહી જતાં આ ગેંગ નાસી ગઇ હતી પોલીસ દ્વારા શહેરને નાકાબંધી કરવામાં આવી હતી પરંતુ આ ગેંગ હાથમાં આવી નથી.પોલીસે સોસાયટીના રહેવાસીઓને જગાડી વેરિફિકેશન કરી તેમના વાહનો પરત કર્યા હતા અને આવી ગેંગ ફરી રહી છે ત્યારે જાગૃત રહેવા સૂચના પણ આપી હતી. અહિ નોંધવુ રહ્યુ કે શીયાળાની મૌસમમાં વાહન ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. જેમા ઘર બહાર પાર્ક કરેલા દ્રિ ચક્રિ અને ફોરવ્હિલર વાહનો પણ તસ્કરો ઉઠાવી જતા હતા. છેલ્લા મહિનામા ચોરીની ઘટનાઓમાં ઘટાડો થયો છે તેમા વધુ એક આવો પ્રયાસ સામે આવતા પોલીસ સતર્ક થઈ હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: અંજારમાં સામુહિક બાઇક ચોરીનો પ્રયાસ નિષ્ફળ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `