• Gujarati News
  • National
  • ડીપીએસના ગ્રાઉન્ડ પર બનાવેલ પેવેલીયનનું ઉદ્ઘાટન

ડીપીએસના ગ્રાઉન્ડ પર બનાવેલ પેવેલીયનનું ઉદ્ઘાટન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ : દિલ્હી પબ્લીક સ્કુલના ટર્ફ વિકેટ ગ્રાઉન્ડ પર બનાવવામાં આવેલ અદ્યતન પ્રકારના પેવેલીયનનું ઉદ્ઘાટન તા. 25ના સવારે 10.30 કલાકે રાખવામાં આવેલ છે. પેવેલીયનમાં બંને ટીમને બેસવાની સગવડ, ફ્રેશ થવા માટે અને પબ્લીક માટે સંપૂર્ણ વાતાનુકુલીત સ્ટેડીયમ બનાવવામાં આવ્યું છે. ઉદ્ઘાટન બીસીસીઆઇના માજી સેક્રેટરી અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના માજી સેક્રેટરી નિરંજનભાઇ શાહ કરશે. સાથે દિલ્હી પબ્લીક સ્કુલના ચેરમેન ચંદ્રશેખરભાઇ અયાચી, નકુલભાઇ અયાચી વગેરે રહેશે. ઇફકોના ગ્રાઉન્ડ પર રમાઇ રહેલી આઝાદખાન ટ્રોફીની ફાઇનલ મેચમાં પણ શાહ હાજરી આપશે. ત્યારબાદ સ્પોર્ટસ સ્કુલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર બાળકોની એકેડમીની મુલાકાત લેશે.

અન્ય સમાચારો પણ છે...