Home » Gujarat » Bhuj » Gandhidham » બીએસએનએલના કર્મી દ્વારા 27મીએ વિરોધ પ્રદર્શન કરાશે

બીએસએનએલના કર્મી દ્વારા 27મીએ વિરોધ પ્રદર્શન કરાશે

Divyabhaskar.com | Updated - Mar 26, 2018, 04:30 AM

સરકાર દ્વારા 1લી એપ્રિલથી સબસીડરી ટાવર કંપની ચાલુ કરવા માટે ગતિવિધિ તેજ કરવામાં આવી છે. જેનો સહાયક ટાવર કંપની...

  • બીએસએનએલના કર્મી દ્વારા 27મીએ વિરોધ પ્રદર્શન કરાશે
    સરકાર દ્વારા 1લી એપ્રિલથી સબસીડરી ટાવર કંપની ચાલુ કરવા માટે ગતિવિધિ તેજ કરવામાં આવી છે. જેનો સહાયક ટાવર કંપની ગથનનો વિરોધ બીએસએનએલના કર્મચારીઓ કરી રહ્યા છે. સરકારની નીતિને કારણે બીએસએનએલના 70 હજાર મોબાઇલ ટાવરોને અસર કરે તેમ છે. આ ટાવર દૂર કરી દેવામાં આવે તો બીએસએનએલ કંગાળ બની જાય તેવી સ્થિતિ ઉભી થાય તેમ છે તેવી લાગણી બીએસએનએલના કર્મચારી મંડળો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે અને 27મીના સરકારની નીતિના વિરોધમાં પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે આહ્વાન કરવામાં આવેલું છે. ઉલ્લેખનીય છે કે, ડીઓટી દ્વારા સહાયક ટાવર કંપનીના સીએમડીને નિમણુંક કરવામાં આવશે. જેની ઉપર બીએસએનએલના નિર્દેશક મંડળને નિયંત્રણ નહીં રહે. સહાયક ટાવર કંપની બને તો બીએસએનએલ એક ભંગાર બની જશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ