1

Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ફૂટમાર્ચ: અસામાજિક તત્વો અલોપ

સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ફૂટમાર્ચ: અસામાજિક તત્વો અલોપ

Divyabhaskar.com | Last Modified - Mar 26, 2018, 04:30 AM IST

ગા઼ધીધામ-આદીપુરના તમામ પોલીસ સ્ટેશનોના અધીકારીઓ તથા કર્મીઓ દ્વારા પોતપોતાના વિસ્તારોમાં સાંજે 4 વાગ્યાથી લઇ 6...

  • સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ફૂટમાર્ચ: અસામાજિક તત્વો અલોપ
    ગા઼ધીધામ-આદીપુરના તમામ પોલીસ સ્ટેશનોના અધીકારીઓ તથા કર્મીઓ દ્વારા પોતપોતાના વિસ્તારોમાં સાંજે 4 વાગ્યાથી લઇ 6 વાગ્યા સુધી બે કલાક સુધી જુદાજુદા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટમાર્ચ કરવામાં આવી હતી.આ ફૂટમાર્ચના પગલે અસામાજીક તત્વોમાં ફફળાટ મચી જવા પામ્યો હતો તો નાગરીકોએ સુરક્ષાનો અનુભવ કર્યો હતો.

    આ બાબતે માહિતિ આપતાં એલસીબી પીઆઇ જે.પી.જાડેજાએ જણાવ્યું હતું કે,આ ફુટમાર્ચના કારણે મોટી સંખ્યામાં પોલીસ પ્રજા વચ્ચે રહે છે અને નાના મોટા ગુનેગારો ગુનાખોરી કરતા અટકે છે,રવિવાર અને રામનવમી હોવાથી કોઇ પણ જાતનો નાનો કે મોટો અનિચ્છનિય બનાવ ન બને અને નાગરીકો પણ પોલીસને જોઇ સુરક્ષા અનુ ભવે તેવા ઉદ્દેશથી આ ફુટમાર્ચનું આયોજન કરાયું હતું. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસના પીઆઇ આર.એલ.રાઠોડે જણાવ્યું હતું કે,અમારા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગણેશનગર, વાવાઝોડા વિસ્તાર, હાઉસીંગ બોર્ડ, ઝોન જેવા સંવેદનશીલ વિસ્તારોમાં મારા સહીત પીએસઆઇ, એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ તથા મહીલા પોલસ કર્મીઓ સહિત 50 અધીકારીઓ -કર્મીઓ ફુટમાર્ચ કરી હતી.

    પોલીસ માર્ચનું દ્રશ્ય

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending