ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» આદિપુરના જુના બસ સ્ટેશનને માર્ગ વિસ્તૃતિકરણ માટે તોડી પાડવામાં આવ્યું

    આદિપુરના જુના બસ સ્ટેશનને માર્ગ વિસ્તૃતિકરણ માટે તોડી પાડવામાં આવ્યું

    DivyaBhaskar News Network | Last Modified - Mar 26, 2018, 04:30 AM IST

    આદિપુરમાં માર્ગ નિર્માણમાં બાધારુપ બની રહેલા આદિપુરના બીન ઉપયોગી બસ સ્ટૅશન અને પરબને તોડી પાડવાની કવાયત...
    • આદિપુરના જુના બસ સ્ટેશનને માર્ગ વિસ્તૃતિકરણ માટે તોડી પાડવામાં આવ્યું
      આદિપુરના જુના બસ સ્ટેશનને માર્ગ વિસ્તૃતિકરણ માટે તોડી પાડવામાં આવ્યું

      આદિપુરમાં માર્ગ નિર્માણમાં બાધારુપ બની રહેલા આદિપુરના બીન ઉપયોગી બસ સ્ટૅશન અને પરબને તોડી પાડવાની કવાયત આખરે હાથ ધરાઈ હતી. બસ સ્ટૅશનને બપોરેજ તોડી પડાયુ હતુ.

      આદિપુરના 2બી અને 4એ વચ્ચેના વિસ્તારમાં રોડના નિર્માણ કાર્ય ચાલી રહ્યુ હોવાથી તેની આસપાસ આવેલા દબાણોને હટાવવાની કામગીરી ગત સપ્તાહથી શરુ કરવામાં આવી હતી. આજ વિસ્તારમાં આવેલા આદિપુરના જુના બસ સ્ટૅશન અને એક પાણીનું પરબ રોડના વિસ્તુતીકરણ માટે વચમાં આવતુ હોવાથી તેને તોડવા માટેનો આદેશ અપાયો હતો. જે માટે પાલીકાએ પોલીસ પ્રોટેક્શનની માંગણી પણ કરી હતી. આ આખરે રવિવારના દિવસે જુના બસ સ્ટૅશનને તોડી પાડવામાં આવ્યુ હતુ. તો પરબને પણ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

      સુધરાઇએ કામને અવરોધતા બાંધકામને તોડ્યું

      દબાણો બની રહ્યા છે મોટી સમસ્યા

      સંકુલમાં ઠેર ઠેર દબાણો બીન્ધાસ્ત પણે બની રહ્યા છે, જેના કારણે વિકાસકાર્યોને પણ પુર્ણ કરવામાં લાંબો સમય લાગી રહ્યો છે અને સામાજીક ઢાંચાને પણ તેનો પરોક્ષ સામનો કરવો પડી રહ્યો છે. આ સમગ્ર બાબત અંગે પાલીકાનું ઉદાસીન વલણ આશ્ચર્ય પમાડે તેવું રહ્યુ છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: આદિપુરના જુના બસ સ્ટેશનને માર્ગ વિસ્તૃતિકરણ માટે તોડી પાડવામાં આવ્યું
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top