Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » સેવા | રક્તદાન કરી મહાવીર જયંતીની ઉજવણી કરાશે

સેવા | રક્તદાન કરી મહાવીર જયંતીની ઉજવણી કરાશે

Divyabhaskar.com | Updated - Mar 26, 2018, 04:30 AM

ગાંધીધામ | રાજસ્થાન જૈન નવયુવક મંડળ ગાંધીધામ દ્વારા તા.29ના મહાવીર જયંતીના દિવસે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં...

  • સેવા | રક્તદાન કરી મહાવીર જયંતીની ઉજવણી કરાશે
    ગાંધીધામ | રાજસ્થાન જૈન નવયુવક મંડળ ગાંધીધામ દ્વારા તા.29ના મહાવીર જયંતીના દિવસે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જીનકુશળ જૈન દાદાવાડી ખાતે સવારે 9થી બપોરે 2 સુધી યોજાયેના કાર્યક્રમમાં વધુને વધુ રક્તદાન થાય તે માટે પગલા ભરવામાં આવી રહ્યા છે. મંડળના માનદમંત્રી સુરેશભાઇ નાહટાએ શિબિરમાં સમાજના બધા ભાઇ-બહેનો મોટી સંખ્યામાં રક્તદાન કરી માનવ સેવામાં સહભાગી થાય તેવી અપીલ કરી છે. સમાજના બ્લડ ડોનર્સની નામાવલી પણ તૈયાર કરવામાં આવશે. જે ભાઇ- બહેનોને રક્તદાન કરવા ઇચ્છતા હોય તેને પોતાના નામ શિબિર દરમિયાન નોંધાવી દેવા જણાવાયું છે. માહિતી માટે મદનભાઇ વગતાની, જીતેન્દ્ર શેઠીયાનો સંપર્ક સાધવા જણાવાયું છે. મહાવીર જયંતીના ઉપલક્ષ્યમાં સંકુલના દેરાસરોને શણગાર કરવામાં આવ્યો હતો. તો દિવસની વિશિષ્ઠ ઉજવણી દીન બંદુ ગ્રૂપ દ્વારા છ કોટી સ્થાનક વાસી જૈન સંઘના સહયોગથી કરવામાં આવનાર છે. જેમાં કાર્ગો ઝૂંપડપટ્ટી સહિત ચાર શાળાઓના 900 બાળકોને મિસ્ટાન, ફરસાણ સહિતનું ભોજન કરાવવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending