• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • ઔદિચ્ય બ્રહ્મસમાજના મહિલા મંડળને સક્રિય કરાશે

ઔદિચ્ય બ્રહ્મસમાજના મહિલા મંડળને સક્રિય કરાશે

DivyaBhaskar News Network

Mar 26, 2018, 04:30 AM IST
ઔદિચ્ય બ્રહ્મસમાજના મહિલા મંડળને સક્રિય કરાશે
ઔદિચ્ય બ્રહ્મસમાજ વાડી ખાતે કારોબારીની બેઠક મળી હતી જેમાં સમાજની મહિલા પાંખને વધુ સક્રિય કરવા અને પરશુરામ જયંતીના કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સભાનું સંચાલન કરતા મંદાબેન શુક્લાએ જણાવ્યુ હતુ કે ઘરની જવાબદારી સંભાળતી સ્ત્રી સામાજીક દાયીત્વ નિભાવવા પણ સક્ષમ છે. શોભનાબેન ભટ્ટ અને અરુણાબેન રાવલે સ્માર્ટફોન અને કોમ્પ્યુટરના ઉપયોગની માહિતી આપી હતી. નીતાબેન મહેતા તથા આરતીબેન ત્રીવેદીએ પર્યાવરણથી નિકટતા કેળવવા પ્રવાસોના આયોજન કરવાનું અને અસ્મિતા બેન, સુધાબેન ત્રીવેદીએ વાનગી હરીફાઈના આયોજનનુ સૂચન કર્યુ હતુ, શ્વેતાબેનના સૂચન સ્વિકાર કરી મહિનાના અંતીમ શનિવારે મહિલા મંડળની બેઠક રાખવામાં આવશે તેમ નક્કી કરાયુ હતુ. કાર્યક્રમમાં પ્રમુખ રાજુભાઈ રાવલ, પન્નાબેન જોષી, જ્યોત્સનાબેન દવે, સમીપ જોષી, વિપુલ મહેતા,સુરેશભાઈ શુકલ, નરેશભાઈ જોષી, મધુભાઈ ભટ્ટે ઉપસ્થીત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા નીતીનભાઈ ત્રીવેદી, મહેન્દ્રભાઈ જાની, દેવાશીષ શુકલ, ચન્દ્રેસ પંડયા, ભરતભાઈ ઠાકરે સહયોગ આપ્યો હતો.

X
ઔદિચ્ય બ્રહ્મસમાજના મહિલા મંડળને સક્રિય કરાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી