Home » Gujarat » Bhuj » Gandhidham » ભારતનગરમાં સફાઇની ઉણપથી લોકો ત્રસ્ત બન્યા

ભારતનગરમાં સફાઇની ઉણપથી લોકો ત્રસ્ત બન્યા

Divyabhaskar.com | Updated - Feb 28, 2018, 04:25 AM

ગાંધીધામ- આદિપુરમાં સફાઇની કામગીરી મુદ્દે અવારનવાર પ્રશ્નો ઉભા થાય છે. કેટલાક વિસ્તારોમાં વ્યવસ્થિત રીતે...

  • ભારતનગરમાં સફાઇની ઉણપથી લોકો ત્રસ્ત બન્યા
    ગાંધીધામ- આદિપુરમાં સફાઇની કામગીરી મુદ્દે અવારનવાર પ્રશ્નો ઉભા થાય છે. કેટલાક વિસ્તારોમાં વ્યવસ્થિત રીતે નિયતક્રમ મુજબ સફાઇ કરીને વિસ્તારને ચોખ્ખુ ચણાક બનાવવામાં આવી રહ્યું છે. પરંતુ ભારતનગરની જનતા કોલોની વિસ્તારમાં કેટલાક દિવસોથી રૂટીન સફાઇનો અભાવ જોવા મળી રહ્યો છે. સમયાંતરે સફાઇ થવી જોઇએ તે થતી ન હોવાની ફરિયાદ લોકોમાંથી ઉઠી રહી છે. સફાઇની ઉણપને કારણે આ વિસ્તારના લોકો ત્રસ્ત બન્યા છે. પાલિકામાં જઇને આ બાબતે રજૂઆત પણ કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ