Home » Gujarat » Bhuj » Gandhidham » 4-એમાં બાઇક અડફેટે પોલીસને થઇ ઇજા

4-એમાં બાઇક અડફેટે પોલીસને થઇ ઇજા

Divyabhaskar.com | Updated - Feb 28, 2018, 04:25 AM

ગાંધીધામમાં બેફામ ગતિએ ચલાવતા કેટલાક વાહન ચાલકો સામે પગલા ભરવા જરૂરી બન્યા છે. રોજેરોજ અકસ્માતોના બનાવોમાં...

  • 4-એમાં બાઇક અડફેટે પોલીસને થઇ ઇજા

    ગાંધીધામમાં બેફામ ગતિએ ચલાવતા કેટલાક વાહન ચાલકો સામે પગલા ભરવા જરૂરી બન્યા છે. રોજેરોજ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. બુધવારે સાંજના સમયે 4/એમાં કોઇ લગ્ન પ્રસંગે હાજરી આપવા નિકળેલા પોલીસ કર્મી ઉભો હતો તેને બાઇક ચાલકે ટક્કર મારી હતી. અકસ્માતના પગલે કર્મચારીને ઇજા પહોંચી હતી.

    સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સંકુલમાં રોજેરોજ અકસ્માતોના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ગઇ કાલે વિદ્યાર્થીનીને ટ્રકે અડફેટે લીધી હતી. અન્ય નાના મોટા અકસ્માતના બનાવ સંકુલમાં જુદા જુદા સ્થળે બને છે પરંતુ પોલીસ ચોપડે નોંધાતા નથી. આજે પણ સાંજના સમયે કોઇ લગ્ન પ્રસંગે હાજરી આપવા આવેલા પોલીસ કર્મચારી રસ્તા પર ઉભો હતો ત્યારે તેને બાઇકે ટક્કર મારી હતી. ટકકર મારીને ચાલક નાસી છૂટ્યો હતો. અકસ્માતના પગલે ઇજાગ્રસ્ત બનેલા પોલીસ કર્મચારીને રીક્ષામાં સારવાર અર્થે દવાખાને લઇ જવાયો હતો. બનાવની નોંધ પોલીસ ચોપડે હજુ પડી નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ