• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • પડાણામાં રહેણાક ઘરમાંથી 28 હજારનો અંગ્રેજી દારૂ ઝડપાયો

પડાણામાં રહેણાક ઘરમાંથી 28 હજારનો અંગ્રેજી દારૂ ઝડપાયો

DivyaBhaskar News Network | Updated - Feb 28, 2018, 04:25 AM
પડાણામાં રહેણાક ઘરમાંથી 28 હજારનો અંગ્રેજી દારૂ ઝડપાયો
બાતમીના આધારે પોલીસે દરોડૉ પાડી બુટલેગરને પણ ઝડપી પાડ્યો

ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ

ગાંધીધામ તાલુકાના પડાણા ગામે બાતમીના આધારે બી ડિવીઝન પોલીસ મથક દ્વારા મંગળવારે રહેણાક મકાનમાં દરોડૉ પાડી 280 અંગ્રેજી દારૂના ક્વાટરીયા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર મંગળવારે બાતમીના આધારે ગાંધીધામના બી ડિવીઝન પોલીસ દ્વારા તાલુકાના પડાણા ગામમાં આવેલા રહેણાક મકાનમાં તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમ્યાન દરબારવાસમાં આવેલા કુલદીપસિંહ ઉર્ફે બબો જયરામસિંહ વાઘેલાના રહેણાક મકાનમાંથી અંગ્રેજી દારુના 280 ક્વોટરીયા મળી આવ્યા હતા. જેની કિંમત 28 હજાર થવા જાય છે. જે જથ્થા સાથે સ્થળ પરથી આરોપી શખસ પણ મળી આવ્યો હતો. જેની અટક કરી આગળની કાર્યવાહિ પોલીસે હાથ ધરી હતી. આ કામગીરીમાં પીઆઈ આર.એલ.રાઠોડ, કે.એન.સોલંકી, વિષ્ણુ ચૌધરી, હેડ કોન્સ. રામદેવસિંહ ઝાલા, પુનમ મહેશ્વરી, દેવરાજ આહીર, નરસિંહ પઢિયાર સહિતનો સ્ટાફ જોડાયો હતો.

દારૂબંધીનો અમલ કરાવવા કડકાઇ

દારૂબંધીની શખ્ત અમલવારી માટૅ ગત વર્ષે સરકાર દ્વારા કમર કસવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા સંકુલમાં ઠેર ઠેર ચાલતા ઠેકાઓને બંધ કરાવ્યા હતા. ત્યારબાદથી લગાતાર ચાલતી કાર્યવાહિમાં રહેણાક ઘરોથી દારુનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ છૂટથી દારૂ ઠેર ઠેર મળતો હતો અને સંકુલમાં આ મુદ્દે ચણભણાટ પણ જાગ્યો હતો ત્યાર બાદ મહિલા સંગઠનોએ જાહેરમાં વેચાતા વિદેશી શરાબના વેપલાનો પડદાફાસ કરી પોલીસની આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો.

X
પડાણામાં રહેણાક ઘરમાંથી 28 હજારનો અંગ્રેજી દારૂ ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App