Home » Gujarat » Bhuj » Gandhidham » કેપીટીમાં ભ્રષ્ટાચારનો સડો દૂર થશે?

કેપીટીમાં ભ્રષ્ટાચારનો સડો દૂર થશે?

Divyabhaskar.com | Updated - Feb 28, 2018, 04:25 AM

દીન દયાલ પોર્ટમાં ચાલતા અનેકવિધ કામોમાં અવારનવાર પ્રશ્નો ઉભા થતા હોય છે. સતત 10 વર્ષથી નંબર વનનું સ્થાન પામેલ...

 • કેપીટીમાં ભ્રષ્ટાચારનો સડો દૂર થશે?
  દીન દયાલ પોર્ટમાં ચાલતા અનેકવિધ કામોમાં અવારનવાર પ્રશ્નો ઉભા થતા હોય છે. સતત 10 વર્ષથી નંબર વનનું સ્થાન પામેલ પોર્ટમાં કેટલીક વખત વિવાદ પણ થયા છે. મુંબઈ પોર્ટમાં કાર્યરત અને હાલ વધારાનો કંડલા ચેરમેનનો હવાલો સંભાળનાર અધિકારી દ્વારા એચઓડીને બોલાવીને અત્યાર સુધી જે કાંઇ થયું તે થયું કોઇ ખોટું કામ ચલાવી નહીં લેવાય તે સહિતનો સંકેત આપતા કર્મચારી વર્તુળોમાં અનેકવિધ અટકળો શરૂ થઇ છે. શેઠની શિખામણ ઝાંપા સુધી ન રહે તે માટે પણ પોર્ટના પ્રશાસને જરૂરીયાતમુજબ સમયાંતરે પગલા ભરીને ભ્રષ્ટાચારના કેટલાક કિસ્સાને કારણે પેસી ગયેલા સડાને દૂર કરવા પડશે.

  સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ દીન દયાળ પોર્ટમાં અનેકવિધ પ્રોજેક્ટો હાલ ખોરંભે ચડ્યા છે. પ્રોજેક્ટને ગતિ લાવવા માટે કોઇ કુશળ સેનાપતિની જરૂર છે. અગાઉના સેનાપતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા કેટલાક બેઝ પર ચાલીને વિકાસની ગતિ પકડી શકાય તેમ છે. તે માટે જરૂર પડ્યે શિપિંગ મંત્રાલયમાંથી જુદી જુદી બાબતોની મંજુરી લેવા માટે પ્રયત્ન કરવા પડશે. દરમિયાન મુંબઇ પોર્ટનો હવાલો સંભાળતા ચેરમેન સંજય ભાટીયાએ તાજેતરમાં એઓ બિલ્ડીંગ ખાતે એચઓડી સાથે યોજેલી બેઠકમાં આડકતરી રીતે ભ્રષ્ટાચાર કે અન્ય ગેરરીતિ કોઇપણ સંજોગોમાં ચલાવી નહીં લઉ તેવો સંકેત આપી પગલા ભરવાની વાત કરતાં આ બાબતને કર્મચારી વર્તુળોએ આવકારી કડક પગલા ભરવા ભરવામાં કોઇની સેહ સરમ રાખવામાં ન આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. માત્ર ગણ્યાગાંઠ્યા કર્મચારીઓની પ્રવૃતિને કારણે સમગ્ર પોર્ટ અવારનવાર બદનામ થતું હોય છે. પોર્ટમાં જ ચાલતા કેટલાક વિભાગોમાં તો કામ કરાવવું એટલે અભિમન્યુના કોઠા વિંધવા પડે તેવી સ્થિતિ જણાય છે. આ માટે યોગ્ય અને સરળ પદ્ધતિ અપનાવવામાં આવે તે પણ જરૂરી છે. કેટલાક સંજોગોમાં લોકોના પ્રશ્નોને ટલ્લે ચડાવવા માટે પણ પ્રયત્ન કરવામાં આવતો હોય છે. આ મુદ્દે પણ ચેરમેને આકરૂં વલણ દાખવવાની જરૂર છે, તેવી લાગણી કેટલાક કર્મચારી વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.

  ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠે છે

  જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ કેટલાક વિભાગો સામે સ્થાનિક કક્ષાના એક ઉદ્યોગપતિ દ્વારા જુદા જુદા મુદ્દા પર પ્રકાશ પાડીને ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં અધિકારીની તાનાશાહીને તાબે નહીં થવાય અને જેટલું નુકશાન કરવું પડે તેટલું થાય તે સાંખી લેવાની સાથે શિપિંગ મંત્રાલય સુધી કરવામાં આવેલા આક્ષેપો પછી કેટલાક અધિકારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. પરંતુ જોઇએ તેવું ધાર્યુ પરીણામ હજુ આવ્યું નથી. અલબત કેટલાક સંજોગોમાં અધિકારી પાસેથી કામગીરી લઇ લેવામાં આવી હતી.

  નવી નોટો સાથે કર્મીઓ ACBની ઝપટે ચડ્યા હતા

  કંડલા પોર્ટમાં છેલ્લા કેટલાક સમયથી સારી એવી કામગીરી પણ થઇ રહી છે અને દેશભરમાં ડંકો વગાડી 105 એમએમટી કાર્ગો હેન્ડલ કરીને હરીફાઇના યુગમાં પણ સારું એવું કાઠું કાઢ્યું છે. આ પ્રગતિની દિશામાં આગેકૂચ થાય તે માટે ચેરમેનથી માંડીને સામાન્ય કર્મચારી સુધીનાએ જહેમત ઉઠાવવી પડશે. અગાઉ એસીબી દ્વારા ત્રણ કર્મચારીઓને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. તે બનાવ પોર્ટ માટે શરમજનક બ ન્યો હતો. ત્યાર બાદ તાજેતરમાં પણ ડિઝલ ચોરીના મુદ્દે ઉહાપોહ થયા પછી ત્રણ કર્મચારી સામે ફરિયાદ પણ નોંધાયા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. માત્ર સારી કામગીર જ નહીં પરંતુ લોકોના કામો સમયસર થાય અને સાથે સાથે પોર્ટના વિકાસમાં વધુને વધુ ગતિ આવે તે માટે પણ પ્રયત્ન કરવા પડશે.

  કાર્ગો હેન્ડલીંગ મુદ્દે પણ અવારનવાર થતા વિવાદ

  ખાનગી બંદરોની સામે હરિફાઇમાં ઉતરેલ કંડલા પોર્ટમાં અવારનવાર દુર્ઘટનાઓ પણ સર્જાઇ રહી છે. જેમાં તાજેતરમાં થોડા સમય પહેલા પાઇપલાઇન લીકેજથી એસીડ બહાર નિકળ્યાનો બનાવ પણ બન્યો હતો. આ ઉપરાંત ઓઇલ ચોરીના પણ ઘણા કિસ્સા બનતા હોય છે. આ ઉપરાંત ટ્રાફિક વિભાગની કોઇ કચાસ કે ગમે તે બાબતને લઇને જેટી પર અકસ્માતના બનાવો બનતા હોય છે. તાજેતરમાં પણ કાર્ગો વેસલ્સમાંથી અનલોડેટ કરતા દુર્ઘટના સર્જાઇ હતી. પરંતુ આ બાબતે પણ જવાબદારો સામે પગલા ભરવાને બદલે ભીનુસંકેલી દેવીની નીતિ અપનાવવામાં આવી હોવાનો ચણભણાટ કર્મચારીમાંથી ઉઠી રહ્યો છે.

  પોર્ટના કર્મચારીઓને પ્રોત્સાહન આપવું પડશે

  જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ દીન દયાલ પોર્ટના વિકાસમાં કર્મચારીઓનું પણ મહત્વનું યોગદાન છે. તેને વખતો વખત બિરદાવી તેની સારી કામગીરીની કદર કરી કેટલાક પોર્ટને બદનામ કરવા માટે ખોટી નીતિ અપનાવતા હોય તેની સામે લાલ આંખ કરવા માટે પણ પોર્ટ પ્રશાસન અને ચેરમેને આગળ આવવું પડશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ