ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» પાણીનો બગાડ રોકવા સુધરાઇ દ્વારા સૂચારૂં આયોજન થતંુ નથી

    પાણીનો બગાડ રોકવા સુધરાઇ દ્વારા સૂચારૂં આયોજન થતંુ નથી

    DivyaBhaskar News Network | Last Modified - Feb 28, 2018, 04:25 AM IST

    ગાંધીધામ નગરપાલિકા માટે હાલ રાહતજનક બાબત એ છે કે, 24 એમએલડી જેટલું પાણી હાલ મળી રહ્યું છે. નર્મદાનું પાણી મળી રહ્યું...
    • પાણીનો બગાડ રોકવા સુધરાઇ દ્વારા સૂચારૂં આયોજન થતંુ નથી
      પાણીનો બગાડ રોકવા સુધરાઇ દ્વારા સૂચારૂં આયોજન થતંુ નથી
      ગાંધીધામ નગરપાલિકા માટે હાલ રાહતજનક બાબત એ છે કે, 24 એમએલડી જેટલું પાણી હાલ મળી રહ્યું છે. નર્મદાનું પાણી મળી રહ્યું છે તેની સામે જરૂરીયાત મુજબ વિતરણ પણ તબક્કાવાર કરવામાં આવી રહ્યું છે. ઉનાળાના પ્રારંભે અગાઉ પાણી મળતું ન હોવાની ફરિયાદ ઉઠી હતી. તેમાં આંશીક ઘટાડો પણ થયો છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, સુધરાઇ પાસે પાણીનો બગાડ કરનારા સામે લાલ આંખ કરવાનો કોઇ સમય નથી. અગાઉ પાણીનો વેડફાટ કરનારા સામે પગલા ભરીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી હતી. તે હાલ અભેરાઇએ ચડાવી દીધી હોય તેવું જણાઇ રહ્યું છે.

      નગરપાલિકા દ્વારા દ્વારા નર્મદાના પાણીનું વિતરણ વ્યવસ્થિત રીતે થાય તે રીતે પગલા ભરવામાં આવે છે પરંતુ યાંત્રીક ખામી કે અન્ય કોઇ કારણોસર વિતરણ વ્યવસ્થાના પ્રશ્નો પણ ઉભા થતા હોય છે. પાલિકા દ્વારા એક સાંધેને તેર તુટે તેવી સ્થિતિ વચ્ચે પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે. લોકોની તરસ છિપાય તે માટે અપાઇ રહેલું પાણીનો જથ્થો અગાઉ થોડો કાપ મુકવામાં આવતાં પાણી વિતરણમાં સારી એવી અસર પડી હતી. દરમિયાન બીજી તરફ જોવામાં આવે તો ગાંધીધામ-આદિપુરના જુદા જુદા વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા પાણીનો બેફામ રીતે બગાડ કરવામાં આવી રહ્યો છે. વાહનો ધોવાથી માંડીને ઘરની સફાઇમાં પાણીનો કરવામાં આવેલો બગાડ રસ્તા પર પાણીની રેલમછેલથી નજર ચડે છે. તાજેતરમાં મુખ્ય બજાર વિસ્તારમાં ઝૂલેલાલ મંદિર પાસે આવો જ નજારો લોકોએ જોઇને નિશાશા નાખ્યા હતા. પાલિકા દ્વારા આ રીતે પાણીનો બગાડ કરનારા સામે કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. અગાઉ જે તે વિસ્તારમાં આ રીતે પાણીનો બગાડ કરવામાં આવતો હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવતી હતી.

      મુખ્ય બજારમાં ઝૂલેલાલ મંદિર પાસે પાણીની રેલમછેલ

      પાણીનો કરકસરભર્યો ઉપયોગ જરૂરી

      નર્મદા ડેમમાં પાણીનો પ્રવાહ ઘટી ગયો હોવાની બાબત ચિંતાજનક રીતે બહાર આવ્યા પછી થોડા સમય પહેલા જ પાણી પુરવઠા બોર્ડના સચિવ ગુપ્તાની હાજરીમાં યોજાયેલી બેઠકમાં વધારાનું પાણી નહીં મળે તેવી જે તે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ પાલિકાના અધિકારી અને પદાધિકારી દ્વારા પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવા માટે સૂચન પણ કરવામાં આવ્યું હતું.

      ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

      ગાંધીધામ નગરપાલિકા માટે હાલ રાહતજનક બાબત એ છે કે, 24 એમએલડી જેટલું પાણી હાલ મળી રહ્યું છે. નર્મદાનું પાણી મળી રહ્યું છે તેની સામે જરૂરીયાત મુજબ વિતરણ પણ તબક્કાવાર કરવામાં આવી રહ્યું છે. ઉનાળાના પ્રારંભે અગાઉ પાણી મળતું ન હોવાની ફરિયાદ ઉઠી હતી. તેમાં આંશીક ઘટાડો પણ થયો છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, સુધરાઇ પાસે પાણીનો બગાડ કરનારા સામે લાલ આંખ કરવાનો કોઇ સમય નથી. અગાઉ પાણીનો વેડફાટ કરનારા સામે પગલા ભરીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી હતી. તે હાલ અભેરાઇએ ચડાવી દીધી હોય તેવું જણાઇ રહ્યું છે.

      નગરપાલિકા દ્વારા દ્વારા નર્મદાના પાણીનું વિતરણ વ્યવસ્થિત રીતે થાય તે રીતે પગલા ભરવામાં આવે છે પરંતુ યાંત્રીક ખામી કે અન્ય કોઇ કારણોસર વિતરણ વ્યવસ્થાના પ્રશ્નો પણ ઉભા થતા હોય છે. પાલિકા દ્વારા એક સાંધેને તેર તુટે તેવી સ્થિતિ વચ્ચે પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે. લોકોની તરસ છિપાય તે માટે અપાઇ રહેલું પાણીનો જથ્થો અગાઉ થોડો કાપ મુકવામાં આવતાં પાણી વિતરણમાં સારી એવી અસર પડી હતી. દરમિયાન બીજી તરફ જોવામાં આવે તો ગાંધીધામ-આદિપુરના જુદા જુદા વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા પાણીનો બેફામ રીતે બગાડ કરવામાં આવી રહ્યો છે. વાહનો ધોવાથી માંડીને ઘરની સફાઇમાં પાણીનો કરવામાં આવેલો બગાડ રસ્તા પર પાણીની રેલમછેલથી નજર ચડે છે. તાજેતરમાં મુખ્ય બજાર વિસ્તારમાં ઝૂલેલાલ મંદિર પાસે આવો જ નજારો લોકોએ જોઇને નિશાશા નાખ્યા હતા. પાલિકા દ્વારા આ રીતે પાણીનો બગાડ કરનારા સામે કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. અગાઉ જે તે વિસ્તારમાં આ રીતે પાણીનો બગાડ કરવામાં આવતો હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવતી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: પાણીનો બગાડ રોકવા સુધરાઇ દ્વારા સૂચારૂં આયોજન થતંુ નથી
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `