ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» જ્વેલર્સ પર આવકવેરાના સર્વેમાં 3.51 કરોડનું ડિસ્ક્લોઝર થયુ

    જ્વેલર્સ પર આવકવેરાના સર્વેમાં 3.51 કરોડનું ડિસ્ક્લોઝર થયુ

    DivyaBhaskar News Network | Last Modified - Feb 28, 2018, 04:25 AM IST

    ઈ ન્કમટેક્સ વિભાગની ગાંધીધામ શાખા દ્વારા અંજારના ત્રણ અને ગાંધીધામના એક જ્વેલર્સને સર્વે કામગીરી કરી હતી....
    • જ્વેલર્સ પર આવકવેરાના સર્વેમાં 3.51 કરોડનું ડિસ્ક્લોઝર થયુ
      જ્વેલર્સ પર આવકવેરાના સર્વેમાં 3.51 કરોડનું ડિસ્ક્લોઝર થયુ
      ઈ ન્કમટેક્સ વિભાગની ગાંધીધામ શાખા દ્વારા અંજારના ત્રણ અને ગાંધીધામના એક જ્વેલર્સને સર્વે કામગીરી કરી હતી. લાગલગાટ 17 કલાક ચાલેલી આ કાર્યવાહિ બાદ ચારેય જ્વેલર્સ દ્વારા કુલ 3.51 કરોડ જેટલુ ડીસ્કલોઝર જાહેર કરાયુ હતુ. જેમાં અંજારની એકજ પેઢી દ્વારા 2.28 કરોડનું ડિસ્ક્લોઝર સામેલ છે.સોમવારે સાંજે 5 વાગ્યાથી ગાંધીધામ સ્થીત જિલ્લા કક્ષાની આવકવેરા કચેરી દ્વારા એડીશનલ કમીશ્નર લલીત જૈનની આગેવાનીમાં અંજાર અને ગાંધીધામમાં ચાર જ્વેલર્સને ત્યાં સર્વે કામગીરી હાથ ધરાઈ હતી. જે સોમવારના આખી રાત કામગીરી ચાલુ રહ્યા બાદ મંગળવારે સવારે 10 કલાક સંપુર્ણ ચકાસણી પુર્ણ થઈ હતી. લગાતાર 17 કલાકની કામગીરી બાદ અંજાર ખાતેના સોની રમણીકલાલ નાનાલાલમાં 58 લાખ, મોહનલાલ નારણજીમાં 50 લાખ, સોની નારણજી એન્ડ કંપનીમાંથી 2 કરોડ 28 લાખ અને ગાંધીધામની નારાયણ જ્વેલર્સમાંથી 15.50 લાખ ની કરચોરી થઈ હોવાનું ખુલ્યુ હતુ. આમ કુલે 3.51 કરોડ જેટલુ ડિસ્ક્લોઝર થયુ હતુ.

      GSTઅંતર્ગત આવતા બાબતો ચડી ‘ઓન રેકોર્ડ’

      એક્સાઈઝ ડ્યુટીમાં સામેલ કરવા મુદે લાંબા સમય સુધી ચાલેલા વિવાદ બાદ ગુડ્સ અને સર્વિસ ટૅક્સ જ્વેલરી પર 3% ફીક્સ કરાયુ છે, તો બીજી તરફ તેના મેંકિંગ પર તે 5% લેવાય છે. આંતરીક સુત્રોએ જણાવ્યુ હતુ કે થોડા વર્ષે પહેલા સુધી ટેક્સ ન લાગતો હોવાથી કેટલો જથ્થો ઓન રેકોર્ડ છે તેનો અંદાજો કે માહિતી સરકાર સુધી પહોંચતી નહતી. હવે જીએસટી લાગુ થયા બાદ તેનો અંદાજો પણ આવતા તેનો સીધો લાભ આવકવેરા વિભાગને મળી રહ્યો છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: જ્વેલર્સ પર આવકવેરાના સર્વેમાં 3.51 કરોડનું ડિસ્ક્લોઝર થયુ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `