ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» મહિલા પર થતા અત્યાચારો રોકવા વર્કશોપ

    મહિલા પર થતા અત્યાચારો રોકવા વર્કશોપ

    DivyaBhaskar News Network | Last Modified - Feb 28, 2018, 04:25 AM IST

    અંજાર તાલુકા પંચાયત ખાતે મહિલા સામખ્ય દ્વારા સ્ત્રી અને હિંસાના જુદા જુદા મુદ્દા પર વર્કશોપ યોજાયો હતો. તેમાં...
    • મહિલા પર થતા અત્યાચારો રોકવા વર્કશોપ
      મહિલા પર થતા અત્યાચારો રોકવા વર્કશોપ

      અંજાર તાલુકા પંચાયત ખાતે મહિલા સામખ્ય દ્વારા સ્ત્રી અને હિંસાના જુદા જુદા મુદ્દા પર વર્કશોપ યોજાયો હતો. તેમાં મહિલા પર થતા અત્યાચારો રોકવા માટે ચિંતન કરીને જાગૃત થઇને અવાજ ઉઠાવે તેની ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.

      આ વર્કશોપમાં મહિલા અને હિંસાના મુદ્દા પર સરકારની યોજનાઓ મહિલાઓ પર થતા અત્યાચારને રોકવા ચર્ચા કરવામાં આવી હતી. બહેનોને હિંમત રાખી આગળ વધવા તેમજ પોતાના પર થતા અત્યાચારો વિશે માહિતગાર થાય અને જાગૃત બને તેમજ તેની સામે અવાજ ઉઠાવે તે વિશે માર્ગદર્શન અપાયું હતું. સરકાર દ્વારા મળતી સહાયની પણ માહિતી અપાઇ હતી. ઘરેલુ હિંસા તેમજ દહેજ વિરોધી કાયદા વિશે સમજણ આપવામાં આવી હતી. સરલાબેન દ્વારા માહિતી અપાઇ હતી. વર્ષાબેન જાડેજાએ અજન્મેલ દિકરીની વ્યથા વિશે એકપાત્રિય અભિયન કર્યો હતો. ભૃણહત્યા, બેટી બચાવો, બેટી પઢાવો, દિકરીઓની લક્ષી સુકન્યા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ રાંભીબેન વેલાભાઇ આહિર, ઉપપ્રમુખ દેવજીભાઇ કાનજીભાઇ બાંભણીયા, કારોબારી ચેરમેન રસીકબા જાડેજા, તાલુકા વિકાસ અધિકારી ચાવડા, મહિલા સામખ્ય જિલ્લા સંકલન અધિકારી રીટાબેન પટેલ વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સીઆરપી કલ્પનાબેન જોશી, રેખાબેન સોલંકીએ જહેમત ઉઠાવી હતી. સંચાલન રીટાબેન ગોહિલે કર્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી હતી.

      કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓ અને મહિલાઓ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મહિલા પર થતા અત્યાચારો રોકવા વર્કશોપ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `