Home » Gujarat » Bhuj » Gandhidham » કંડલા પોર્ટના સેક્રેટરીને OSD બનાવ્યા

કંડલા પોર્ટના સેક્રેટરીને OSD બનાવ્યા

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 04:20 AM

પોર્ટના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ કંડલા પોર્ટના સેક્રેટરી બિમલ ઝાને ઓએસડી બનાવવામાં આવ્યા છે. આ અંગેનો હુકમ...

  • કંડલા પોર્ટના સેક્રેટરીને OSD બનાવ્યા
    પોર્ટના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ કંડલા પોર્ટના સેક્રેટરી બિમલ ઝાને ઓએસડી બનાવવામાં આવ્યા છે. આ અંગેનો હુકમ પણ કરી દેવામાં આવ્યો છે. આ અધિકારીને તમામ વિભાગના ઓફિસરો દ્વારા રીપોર્ટ કરવામાં આવ્યા પછી તેઓ ખાસ ફરજ પરના અધિકારી તરીકેની ફરજ બજાવી ચેરમેનને રીપોર્ટ કરશે. ઉલ્લેખનીય છે કે, સરકારના નોમ્સ મુજબ પાંચ વર્ષ સુધીનો પીરીયડ હોય છે. પરંતુ ઝાનો સમયગાળો અહીં પાંચ વર્ષ કરતાં વધી ગયો હોવાથી ગમે ત્યારે તેનો ઓર્ડર બીજે થઇ શકે તેમ છે. સંકુલમાં જમીન પોર્ટને લગતા ઘણાબધા મુદ્દાઓ છે જે અંગે સ્થાનિક અધિકારીને આ જવાબદારી ભજવવા હુકમ કરવામાં આવ્યો હોત તો વધુ યોગ્ય લેખાત તેવો પણ સૂર હાલના તબક્કે ઉઠી રહ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ