Home » Gujarat » Bhuj » Gandhidham » ગાંધીધામ રેલવેમાં બે જ ટીકીટ બારી હોવાથી મુસાફરોને પડી રહેલી હાલાકી

ગાંધીધામ રેલવેમાં બે જ ટીકીટ બારી હોવાથી મુસાફરોને પડી રહેલી હાલાકી

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 04:20 AM

ગાંધીધામના રેલવે સ્ટેશન પર ટીકીટ બારી પર પુરતો સ્ટાફ જોઇએ તેટલો ન હોવાથી હાલ લોકોને ટીકીટ કઢાવવા માટે મુશ્કેલી...

  • ગાંધીધામ રેલવેમાં બે જ ટીકીટ બારી હોવાથી મુસાફરોને પડી રહેલી હાલાકી
    ગાંધીધામના રેલવે સ્ટેશન પર ટીકીટ બારી પર પુરતો સ્ટાફ જોઇએ તેટલો ન હોવાથી હાલ લોકોને ટીકીટ કઢાવવા માટે મુશ્કેલી પડી રહી છે. બે બારી હોવાથી આજે ઘસારો વધતાં અગ્રણી દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. અધિકારીને જાણ કરવામાં આવ્યા પછી રેલવેના અધિકારી દોડી આવ્યા હતા.

    ગાંધીધામમાં રાજસ્થાન, બિહાર, પંજાબ, ઉત્તરપ્રદેશ વગેરે પ્રાંતમાંથી લોકો રોજગારી માટે આવ્યા છે. પોતાના પ્રાંતમાં અવરજવર કરવાથી માંડીને અન્ય કેટલાક પ્રસંગો પર કોઇ કામ પ્રસંગે અન્ય સ્થળે જવા માટે રેલવેની ટ્રેનનો ઉપયોગ કરી રહ્યા છે. ટ્રેનની સારી સુવિધા મળી રહી હોવાની સાથે સારો એવો રેલવેને વકરો પણ અહીંથી થઇ રહ્યો હોવાની દલીલ કરવામાં આવી રહી છે. દરમિયાન શુક્રવારે માત્ર બે જ ટીકીટ બારી ખુલ્લી હોવાથી રિઝર્વેશનની ટીકીટ કઢાવવા માટે આવેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ બાબતે જાયન્ટ્સ ગ્રૂપ સહિત સંસ્થા સાથે જોડાયેલા રામકરણ તિવારીએ અવાજ ઉઠાવ્યો હતો. જેને કારણે રેલવેના સ્ટેશન માસ્તર યાદવ પણ દોડી આવ્યા હતા અને વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ત્યાર બાદ ડીઆરએમ સાથે ટેલિફોનીક વાતચિત કરીને તેઓએ આ વ્યવસ્થા ગોઠવવા માટે માગણી કરી હતી. જેમાં અધિકારીએ ટીકીટ સેલ મુજબ બુકીંગ ક્લાર્ક ગોઠવવામાં આવ્યા છે. મંથલી કેટલું સેલ થાય છે તે જોઇશ તેમ કહ્યું હતું. દરમિયાન આ મુદ્દે ગાંધીધામ ચેમ્બર દ્વારા પણ એરીયા મેનેજર કુશાગ્ર મીત્તલને પત્ર પાઠવીને ટીકીટ રીઝર્વેશન અને બુકીંગ વિન્ડોમાં વ્યવસ્થા ગોઠવવા માટે માગણી કરવામાં આવી છે.

    સ્ટાફ ઓછો હોવાથી બે જ કાઉન્ટર ખૂલ્યા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ