ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» હાઉસિંગ બોર્ડના લોકોનો દુષિત પાણી મુદ્દે મોરચો

    હાઉસિંગ બોર્ડના લોકોનો દુષિત પાણી મુદ્દે મોરચો

    DivyaBhaskar News Network | Last Modified - Feb 24, 2018, 04:20 AM IST

    ગાંધીધામ- આદિપુરમાં પીવાના પાણીની અત્યારથી જ મુશ્કેલી ઉભી થઇ છે. પરંતુ અધિકારી કે પદાધિકારીના પેટનું પાણી...
    • હાઉસિંગ બોર્ડના લોકોનો દુષિત પાણી મુદ્દે મોરચો
      હાઉસિંગ બોર્ડના લોકોનો દુષિત પાણી મુદ્દે મોરચો

      ગાંધીધામ- આદિપુરમાં પીવાના પાણીની અત્યારથી જ મુશ્કેલી ઉભી થઇ છે. પરંતુ અધિકારી કે પદાધિકારીના પેટનું પાણી હલતું હોય તેવી સ્થિતિ જણાતી નથી. આવા સંજોગોમાં હાઉસિંગ બોર્ડમાં છેલ્લા કેટલાક સમયથી લોકોને દુષિત પાણી વિતરણ કરવામાં આવતું હોવાથી ફરિયાદ કરવામાં આવ્યા છતાં કોઇ ઉકેલ પાલિકા લાવ્યું નથી. આજે આ વિસ્તારના રહીશોએ પાલિકા કચેરીએ આવીને પાણી ન આપો તો કાંઇ નહીં દૂષિત પાણી તો બંધ કરાવો, તેવો વલોપાત પણ કર્યો હતો.

      નર્મદાના પાણીના આધાર પર રહેલ ગાંધીધામમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઓછું પાણી વિતરણ કરવામાં આવતાં તેની અસર જુદા જુદા વિસ્તારમાં અત્યારથી જ પડી રહી છે. પાણીના આયોજન માટે પગલા ભરવાને બદલે અધિકારી અને પદાધિકારી હાલ ટેન્ડરના રાજકારણમાં રચ્યપચ્યા રહે છે. પાણી માટે કરવું જોઇએ તે આયોજન કરવામાં જોઇએ તેવો રસ દાખવવામાં આવતો હોય તેવું જણાતું નથી. ઉનાળાના દિવસો શરૂ થયા છે તેવા સમયે જ પાણીની સમસ્યા ઉભી થઇ છે. આગામી દિવસોમાં ઉનાળો કેવી રીતે કાઢવો તે એક પ્રશ્ન ઉભો થયો છે. પાણીની વિકટ સમસ્યાનો ઉકેલ લાવવા પાલિકા પાસે આયોજનનો અભાવ છે. દરમિયાન હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દુષિત પાણી આપવામાં આવી રહ્યું છે. આ વિસ્તારના નગરસેવકોને રજૂઆત કરવામાં આવ્યા પછી તેઓએ પાલિકામાં પણ ધ્યાન દોર્યું હતું પરંતુ આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી તે હકીકત છે. આ અંગે આજે રહીશોના ટોળાએ આવીને પાલિકા કચેરી માથે લઇ આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે રહીશોએ માગણી કરી હતી.

      અમારી સમસ્યાનું નિરાકરણ લાવો

      પાણીનો પ્રશ્ન સમસ્યા ઉભી કરશે

      ગાંધીધામ- આદિપુરમાં પીવાના પાણીની સમસ્યા આગામી દિવસોમાં વધુ વિકટ પ્રશ્નો ઉભા કરે તેવી સ્થિતિ છે. પાલિકાના રાજકારણમાં જોવામાં આવે તો વિપક્ષ કોંગ્રેસ તો મૌન ધારણ કરીને બેઠું હોવાથી એક યા બીજા કારણોસર વિપક્ષ તરીકેની ખોટ પ્રજાને પડી રહી છે પરંતુ અન્ય કેટલાક કિસ્સામાં ભાજપના જ સભ્યો આ વિપક્ષની ખોટ સાલવા દેતા નથી તે પણ જોવું પડે. વિધાનસભાની ચૂંટણી પુરી થયા પછી રાજકીય ક્ષેત્રે શરૂ થયેલી નવી હવા પછી હવે કોંગ્રેસ દ્વારા જોઇએ તેવો કોઇ દેખાવ કરવાનું પણ ટાળવામાં આવતું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જ્યારે સત્તાપક્ષમાં બેચાર જણાની વાતો જ સાંભળવામાં આવતી હોય છે બાકીના લોકોની વાતને નજર અંદાજ કરવામાં આવી રહી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: હાઉસિંગ બોર્ડના લોકોનો દુષિત પાણી મુદ્દે મોરચો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `