Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » ચેરમેનને મળવા અગ્રણીઓનો ઘસારો, ચાલુ મીટિંગે મળ્યા

ચેરમેનને મળવા અગ્રણીઓનો ઘસારો, ચાલુ મીટિંગે મળ્યા

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 04:20 AM

દીન દયાલ પોર્ટમાં ચેરમેનનો જેને ચાર્જ સોંપવામાં આવ્યો છે તેવા મુંબઇ પોર્ટના ચેરમેને પોતાના દોઢેક દિવસના રોકાણ...

  • ચેરમેનને મળવા અગ્રણીઓનો ઘસારો, ચાલુ મીટિંગે મળ્યા
    દીન દયાલ પોર્ટમાં ચેરમેનનો જેને ચાર્જ સોંપવામાં આવ્યો છે તેવા મુંબઇ પોર્ટના ચેરમેને પોતાના દોઢેક દિવસના રોકાણ દરમિયાન વિવિધ મુદ્દાઓ પર માહિતી મેળવીને સંબંધિત બાબતો અંગે હુકમ કર્યા છે. પોર્ટના વહીવટમાં વધુ પારદર્શકતા લાવવાની સુચના આપવામાં આવતા આ દિશામાં પણ પોર્ટ પ્રશાસન દ્વારા પગલા ભરવામાં આવી રહ્યા છે. આજે બપોરે તેઓ અત્રેથી મુંબઇ જવા રવાના થયા તે પહેલા પોર્ટની મુલાકાત પણ લીધી હતી. સવારના સમયે જુદા જુદા ક્ષેત્રના અગ્રણીઓ તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત સમયે પણ મીટિંગનો દોર ચાલુ હોવાથી માત્ર બે-પાંચ મીનીટ માટે જ સંબંધિત અગ્રણીઓને ચેરમેન મળી શક્યા હતા.

    દીન દયાલ પોર્ટના ચેરમેનનો વધારાનો ચાર્જ સંભાળનાર સંજય ભાટીયાએ આજે બીજા દિવસે પણ પોર્ટના જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે સવારથી જ મીટિંગનો દોર ચાલુ રાખ્યો હતો. તબક્કાવાર માહિતી મેળવીને પોર્ટની ગતિવિધિ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. સવારના સમયે એસઆરસીના તુલસી આનંદાણી, પ્રેમભાઇ લાલવાણી, રીસી શિપિંગના મનસુખાણી, પોલીસ અધિકારી પિયુષ પટેલ, એચએમએસના મનોહર બેલાણી તથા અન્ય તેના સંગઠનના સભ્યો વગેરે જુદા જુદા ક્ષેત્રના આગેવાનોએ તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ચેરમેને આપેલી સૂચના મુજબ પોર્ટના ટેન્ડર સહિતના મુદ્દે વહીવટમાં ટ્રાન્ફરન્સી લાવવા માટે પગલા ભરવામાં આવી રહ્યા છે. આ અંગે સીવીઓ ઓફિસ દ્વારા ડેપ્યુટી કમીશનરને રીપોર્ટ કરવામાં આવશે. જોકે, ચેરમેન ભાટીયા ફરી ક્યારે ગાંધીધામ આવશે તે બાબતે કોઇ જાણકારી અપાઇ નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending