Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » એસજીએસટીની ટીમ દ્વારા ગાંધીધામમાં બે સ્થળોએ સર્વે

એસજીએસટીની ટીમ દ્વારા ગાંધીધામમાં બે સ્થળોએ સર્વે

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 04:20 AM

ગાંધીધામમાં સંભવીત પહેલી વાર સ્ટૅટ ગુડ્સ અને સર્વિસ ટેક્સની ટીમ દ્વારા તપાસ કાર્યવાહિ કરવામાં આવી હતી....

  • એસજીએસટીની ટીમ દ્વારા ગાંધીધામમાં બે સ્થળોએ સર્વે

    ગાંધીધામમાં સંભવીત પહેલી વાર સ્ટૅટ ગુડ્સ અને સર્વિસ ટેક્સની ટીમ દ્વારા તપાસ કાર્યવાહિ કરવામાં આવી હતી. આંતરીક સુત્રોએ જણાવ્યા અનુસાર શુક્રવારે સવારથી ગાંધીધામની ટ્રાન્સપોર્ટ અને મીઠા સાથે જોડાયેલી પેઢીઓ પર જામનગરથી આવેલી બે ટીમો દ્વારા તપાસ કાર્ય ચલાવવામાં આવી રહ્યુ છે જે મોડી રાત સુધી ચાલ્યુ રહ્યુ હતુ.

    નાણાકિય વર્ષેની પુર્ણાહુતી નજીક છે ત્યારે માર્ચ એન્ડીંગની તૈયારીઓમાં સહુ પેઢીઓ સાથે રેવન્યુ સબંધીત વિભાગો પણ કાર્યરત થઈ ગયા છે. સંકુલમાં આવકવેરા વિભાગ દ્વારા ત્રણ સ્થળોએ રીકવરી સર્વે કરાયા બાદ એસજીએસટીની જામનગરની ટીમ દ્વારા તપાસ કાર્ય આરંભાયુ હતુ. સુત્રોએ જણાવ્યા અનુસાર શુક્રવાર સવારથી જામનગરથી ડેપ્યુટી કમીશ્નરની આગેવાનીમાં આવેલી બે ટીમો દ્વારા બે સ્થળોએ આ કામગીરી કરાઈ રહિ છે જે મોડી રાત સુધી ચાલી હતી. ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર સાથે જોડાયેલી પેઢીના ચોપડે દર મહિને નોંધાતા હિસાબોમાં મોટૉ અંતર સામે આવતા આ કામગીરી કરાઈ હતી, તો સામે તરફ વાહનોની ખરીદી અને વહિવટ સીઝનલ હોવાથી માસીક ગતીવીધીમાં અંતર હોવાનો તર્ક અપાઈ રહ્યો છે. અહિ નોંધવુ રહ્યુ કે માર્ચ મહિનો નજીક આવતા સંકુલમાં હવે ઈંકમટૅક્સ વિભાગ, જીએસટી સહિતની રેવન્યુ સબંધીત એજન્સીઓની કામગીરી ટુંક સમયમાં જોવા મળશે, જેથી એકાઉન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલા દરેક વર્ગના વ્યવસાયીઓ પણ સક્રિય થયા છે.

    જુના કેસોના સુલટારા માટે ગતિવિધિ તેજ

    એક્સાઈઝ, સર્વિસ અને વેટની નાબુદી બાદ જીઍસટી લાગુ થતા સાથે જુના કેસોને વર્તમાન ધારા ધોરણો સાથે મેચ કરીને આ માર્ચ મહિના સુધીમાં મહતમ કેસોના નિપટારા માટૅની કવાયત તંત્ર દ્વારા આરંભાઈ છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે રાજકોટ આયુક્તને અપાયેલા અઢળક કેસો તે એકલપંડૅ સુલટાવી શકે તેમ ન હોવાથી 50 આ પ્રકારના કેસોની ફાઈલ બંધ કરવા માટે કચ્છ આયુક્તને ફોરવર્ડ કરી અપાયા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending