ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» ધણી માતંગ રોડ પર કચરા મુદ્દે લોકો-વેપારી આમને સામને

    ધણી માતંગ રોડ પર કચરા મુદ્દે લોકો-વેપારી આમને સામને

    DivyaBhaskar News Network | Last Modified - Feb 24, 2018, 04:20 AM IST

    નગરપાલિકા દ્વારા હીરાલાલ પારખ સર્કલથી પોલીસ સ્ટેશન સુધી અંદાજે સવા કરોડના ખર્ચે ફોરલેન રોડ બનાવવાની કવાયત હાથ...
    • ધણી માતંગ રોડ પર કચરા મુદ્દે લોકો-વેપારી આમને સામને
      ધણી માતંગ રોડ પર કચરા મુદ્દે લોકો-વેપારી આમને સામને
      નગરપાલિકા દ્વારા હીરાલાલ પારખ સર્કલથી પોલીસ સ્ટેશન સુધી અંદાજે સવા કરોડના ખર્ચે ફોરલેન રોડ બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સુંદરપુરી સુધીનો રસ્તો તૈયાર પણ થઇ ગયો છે. ધણીમાતંગ રોડ પર કચરો નાખવા મુદ્દે લોકો અને વેપારી વચ્ચે આજે રકઝકનો બનાવ બન્યો હતો. સફાઇ કરવામાં આવ્યા પછી કચરો રોડ પર ઠાલવવાના મામલે અગાઉ પણ પ્રશ્નો ઉભા થયા છે અને પાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવ્યા છતાં કોઇ નિરાકરણ લાવવામાં આવ્યુ નથી.

      શહેરમાં લોકોને સારી સુવિધા મળી રહે તે માટે નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે થતા વિકાસ કામોમાં પ્રશ્નો પણ ઉભા થઇ રહ્યા છે. ટેન્ડરીંગ સહિતના મુદ્દે પાલિકા ગાજતી રહી છે. દરમિયાન ધણીમાતંગ રોડ બનાવવા માટે અગાઉ ભાજપના જ બે જૂથ વચ્ચે ઠંડુયુદ્ધ ખેલાયું હતું. ટાગોર રોડ પરના ટ્રાફિકનું ભારણ ઘટાડવાના હેતુથી અંદાજે સવા કરોડના ખર્ચે હીરાલાલ પારખ સર્કલથી સુંદરપુરી અને સુંદરપુરીથી પોલીસ ચોકી સુધીનો રોડ ફોરલેન બનાવી ડીવાઇડર નાખવા નક્કી કરવામાં આવ્યું છે. આ અંગેનું કામ સુંદરપુરી સુધીનું રસ્તા બનાવવાનું પૂર્ણ થઇ ગયું છે. દરમિયાન સુંદરપુરી રોડ પાસે જ કચરાના પોઇન્ટ મુદ્દે અગાઉ પણ પ્રશ્નો ઉભા થયા હતા. આજે કચરો ઠાલવવાના મુદ્દે રહીશો અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

      રકઝકથી વાતાવરણ તંગ બન્યું

      રોડના કામમાં વિવાદ

      રામબાગ રોડ બનાવવામાં આવ્યો તેમાં પણ નબળું કામ થયું હોવાની ફરિયાદ ઉઠી હતી. પાલિકામાં કરવામાં આવેલી આ નવા રસ્તાની ફરિયાદ પછી જોઇએ તેવું કોઇ તપાસ કરવામાં આવી હોય તેવું બહાર આવ્યું નથી. હજુ રસ્તાનું કામ બાકી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ધણી માતંગ રોડ પર કચરા મુદ્દે લોકો-વેપારી આમને સામને
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `