ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Bhuj » Gandhidham» આદિપુરના યુવાનને અમદાવાદીએ ચુનો લગાડતાં ફરિયાદ

  આદિપુરના યુવાનને અમદાવાદીએ ચુનો લગાડતાં ફરિયાદ

  DivyaBhaskar News Network | Last Modified - Mar 09, 2018, 04:15 AM IST

  આદિપુરના યુવાનને કેનેડા જવાની લાલચનો લાભ લઇ અમદાવાદના યુવાને છેતરપીંડી કરી એટીએમ કાર્ડ લઇ જઇ અને ખંખેરી રહ્યો...
  • આદિપુરના યુવાનને અમદાવાદીએ ચુનો લગાડતાં ફરિયાદ
   આદિપુરના યુવાનને અમદાવાદીએ ચુનો લગાડતાં ફરિયાદ
   આદિપુરના યુવાનને કેનેડા જવાની લાલચનો લાભ લઇ અમદાવાદના યુવાને છેતરપીંડી કરી એટીએમ કાર્ડ લઇ જઇ અને ખંખેરી રહ્યો હોવાની તેમજ બીજાને પણ આ ખાતા નંબર આપી છેતરી રહ્યો હોવાની લેખિત ફરિયાદ આદિપુર પીએસઆઇ સુધી પહોંચી છે.

   આદિપુરના પ્લોટ નંબર-209,વોર્ડ-4/એમાં રહેતા મહેશ ચંદ્રપ્રકાશ જાંગીડે કરેલી ફરિયાદ મુજબ,એક માસ પહેલાં રોહિત નામના શખ્સનો મોબાઇલ નંબર 8128348647 પરથી આવેલા ફોનમાં કેનેડા જવા માટે વિઝા કરી આપવાનું કહી રૂ.50,000ની માંગ કરી હતી જેની મેં ના પાડતાં તેણે રૂપિયા ન આપો તો તમારા ખાતામાં ટ્રાન્જેક્શન બતાવવા એટીએમ કાર્ડ મોકલી આપો તેવુ઼ કહી બીજા મોબાઇલ નંબર 7359489123 પરથી રોહીત મુકાર, ઓફિસ નં-20, ગ્રાઉન્ડ ફ્લોર,અસાડા કોમ્પલેક્ષ,જલતરંગ ફ્લેટની સામે સીજી રોડન઼ સરનામું મોકલી એટીએમ કાર્ડ મગાવ્યું અને આદીપુરના મહેશભાઇએ લાલચમાં આવી પોતાનું એટીએમ કાર્ડ મોકલાવી પણ દીધું,ત્યારબાદ 8 માર્ચના દીવસે કેનેડા માટે સિલેક્શન થઇ જશે તેમ કહી બોલ્વ્યો હતો પરંતુ 5 માર્ચે નવસારી રહેતા કીરણભાઇનો ભોગ બનનારને ફોન આવ્યો અને મારા વિઝા થઇ ગયા એવું કહી રૂ.15,000 તમારા ખાતામાં જમા કરાવ્યા હોવાનું કહેતાં ભોગ બનનારને ખ્યાલ આવી ગયો હતો કે પોતાના એટીએમ કાર્ડ નો ઉપયોગ કરીને ટ્રાન્જેક્શન કરી રહ્યો હોવાની જાણ થતાં તરત રોહીતને ફોન કર્યો હતો પરંતુ તેના નંબર બંધ આવી રહ્યા છે તો બીજી બાજુ નવસારીમાં ભોગ બનનાર સતત ફોન કરી ધમકાવી રહ્યા હોવાથી આખરે આદિપુર પોલીસમાં રજુઆત સાથે ફરિયાદ કરી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આદિપુરના યુવાનને અમદાવાદીએ ચુનો લગાડતાં ફરિયાદ
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top
  `