ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» કાર્ગો વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો ભારે અભાવ

    કાર્ગો વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો ભારે અભાવ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 09, 2018, 04:15 AM IST

    કાર્ગો વિસ્તારમાં વિકાસના કામો લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યા હોવાનો દાવો કરીને નગરપાલિકા અને સત્તાધારી...
    • કાર્ગો વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો ભારે અભાવ
      કાર્ગો વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો ભારે અભાવ
      કાર્ગો વિસ્તારમાં વિકાસના કામો લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યા હોવાનો દાવો કરીને નગરપાલિકા અને સત્તાધારી પક્ષના સભ્યો છાતી ફુલાવી રહ્યા છે પરંતુ હકીકતે હજુ આ વિસ્તારમાં ઘણી સમસ્યાઓનો હલ બાકી છે. હાલ જોવામાં આવે તો સફાઇના મુદ્દે પણ તંત્ર દ્વારા ધ્યાન આપવું જોઇએ તે અપાતું ન હોવાની ફરિયાદ રહીશોમાંથી ઉઠી રહી છે.

      શહેરમાં કેટલાય વિસ્તારો એવા છે જ્યાં પાલિકા દ્વારા ઉપેક્ષીત વલણ દાખવવામાં આવ્યું હોય. તેમાં કાર્ગો વિસ્તારનો પણ સમાવેશ થાય છે. ગત બોડી વખતે કોંગ્રેસના સભ્યો ચૂંટાયા હોવાથી આ વિસ્તારમાં રાતીપાઇનો પણ પાલિકાએ ખર્ચ કરીને સુવિધા ઉભી કરવાનું ટાળ્યું હતું. સામાન્ય સભામાં જે તે સમયે આ વોર્ડનું પ્રતિનિધિત્વ કરતા અને વિપક્ષના નેતા તરીકે રોલ અદા કરતા સંજય ગાંધીએ આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. પરંતુ તેની પ્રત્યે ધ્યાન અપાયું ન હતું. દરમિયાન નવા સિમાંકન પછી યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ચાર બેઠકો કબ્જે કર્યા પછી પણ આજે આ વિસ્તારનું ચિત્ર હજુ ધૂંધળું જ હોય તેમ જણાઇ રહ્યું છે. જોકે, વર્તમાન નગરસેવકોના પ્રયાસોને કારણે અંતરીયાળ વિસ્તારમાં રસ્તા બનાવવામાં આવ્યા છે પરંતુ હજુ પાસેરામાં પુણી સમાન જ થયા છે તે પણ હકીકત છે. આ વિસ્તારની સમસ્યા તાકીદે ઉકેલાય તે જરૂરી છે.

      કચરાના ઢગલાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કાર્ગો વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો ભારે અભાવ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `