ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Bhuj » Gandhidham» જે.બી. ઠક્કર કોમર્સ કોલેજ

  જે.બી. ઠક્કર કોમર્સ કોલેજ

  DivyaBhaskar News Network | Last Modified - Mar 09, 2018, 04:15 AM IST

  જે.બી. ઠક્કર કોમર્સ કોલેજ સેમે-2, સેમે-4 અને સેમે-6ની કોલેજની ઇન્ટરનલ પરીક્ષાનું પરીણામ કોલેજની વેબસાઇટ...
  • જે.બી. ઠક્કર કોમર્સ કોલેજ
   જે.બી. ઠક્કર કોમર્સ કોલેજ
   જે.બી. ઠક્કર કોમર્સ કોલેજ

   સેમે-2, સેમે-4 અને સેમે-6ની કોલેજની ઇન્ટરનલ પરીક્ષાનું પરીણામ કોલેજની વેબસાઇટ www.jbthackercollegebhuj.org ઉપર મુકેલ છે. જે વિદ્યાર્થીઓએ રીચેકીગ કરાવવું હોય તેઓએ તા.12/3 સુધીમાં અરજી આપવી.

   સ્વામિનારાયણ ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય

   માર્ચમાં ધો. 10ની બોર્ડ પરીક્ષાની બેઠક વ્યવસ્થા પરીક્ષાર્થીઓએ તા.10/3ના બપોરે 2:30થી 5 દરમિયાન શાળાના નોટીસ બોર્ડ પર જોઇ જવી.

   આદર્શ મહા વિદ્યાલય-ગાંધીધામ

   ધો.10 તથા ધો.12ના માર્ચના પરીક્ષાર્થીઓ પોતાની બેઠક તા.10/3ના બપોરે 2:30થી 4 દરમિયાન જોઇ જવી. આદર્શ મહાવિદ્યાલય, સંત કંવરામ ધર્મશાળા સામે, 400 કવાર્ટસ, ગાંધીધામ ખાતે.

   યદુવંશી સોરઠિયા આહિર જ્ઞાતિ મહાજન-અંજાર

   જ્ઞાતિના 35માં સમૂહલગ્ન અને પાંચ ગામ સમૂહ પ્રસાદ ઉત્સવ તા.18/4ના આયોજન કરાયું છે. સમૂહલગ્નમા જોડાવવા માગતા ભાઇ-બહેનોને અંજાર સમાજ ઓફિસ કાર્યાલયથી ફોર્મ મેળવી તા.11/4 સુધી પરત કરવાના રહેશે.

   માંડવીમાં નિ:શુલ્ક ઉપચાર શિબિર

   જૈન બેનાત મહિલા મંડળ દ્વારા આયોજિત નિ:શુલ્ક ઉપચાર શિબિરમાં નામ નોંધાવેલ વ્યક્તિઓએ તા.10/3ના સાંજે 6 કલાકે જૈનપુરી, માંડવી ખાતે સમયર હાજર રહેવું.

   ગાયત્રી શક્તિપીઠ-માધાપર

   તા.11/3ના સવારે 7:30 કલાકે સંસ્કાર સહિત ગાયત્રી યજ્ઞ તથા 9થી 10:30 નિ:શુલ્ક હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ, જેમાં આરતી ગૌસ્વામી સેવા આપશે ઉપરાંત તા.12/3ના સાંજે 6 કલાકે ગાયત્રી મંત્ર જાપ ગાયત્રી શક્તિપીઠ, માધાપર ખાતે.

   લોડાઇમાં હઝરત પીર ગાજીશાનો ઉર્ષ ઉજવાશે

   લોડાઇ ગામમાં હિન્દુ-મુસ્લીમ ભાઇઓના સહકારથી હઝરત પીર ગાજીશા (ર.અ.)નો વાર્ષિક મેળો તા.11/3ના સાંજે 5 કલાકે ચાદરવિધિ, રાત્રે 8 કલાકે મહેમાનોન સ્વાગત અને ત્યાર બાદ ન્યાઝ અને રાત્રે 9 કલાકે તકરીર ત્યાર બાદ સંતવાણીનું આયોજન કરાયું છે.

   વાડાસરમાં મંધ સંવર્ધન તાલીમ શિબિર મુલત્વી

   મધ સંવર્ધન અંગે વિશ્વ માનવ કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને મહા શક્તિ ખાદી ગ્રામોદ્યોગ ટ્રસ્ટના નેજા હેઠળ વાડાસર પાસેના નેચરલ ફાર્મમાં તા.10,11/3ના યોજાનાર બે દિવસીય નીવાસી તાલીમ શિબિર અનિવાર્ય સંજોગોના કારણે મુલત્વી રખાયો છે.

   નિરોણામાં નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ

   ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વાભરા તા.13/3ના નિરોણા પ્રા.આરોગ્ય કેન્દ્ર ખાતે સવારે 9:30થી 1 દરમિયાન નેત્ર નિદાન કેમ્પ તથા અપોરેશન વિના મૂલ્યે કરી આપવામાં આવશે. સંપર્ક મો. 94277 18581.

   નિરોણામાં મહિલા આરોગ્ય શિબિર

   ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વારા નિરોણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલા આરોગ્ય શિબિર તા.10-3ના સવારે 9.00થી 1.00 સુધી ગાયનેક ડોકટરોની ટીમ દ્વારા મહિલાઓને જરૂરત મુજબ તેમજ ઓપરેશન માટેની તમામ સેવાઓ આપશે.

   માનવ મંદિર-બિદડા

   બિદડાના માનવ મંદિર ખાતે પ્રાકૃતિક અને સુશ્મય વાતાવરણમાં ચૈત્ર માસની શાશ્વતી ઓળીની સમુહ આરાધના કરાશે. તા.23-3 શુક્રવારથી રવિવાર તા.1-4 સુધી સાધુ-સાધ્વીની નિશ્રામાં આયંબીલની ઓળીની તપ આરાધના કરાશે.

  No Comment
  Add Your Comments
  (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: જે.બી. ઠક્કર કોમર્સ કોલેજ
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top