• Gujarati News
  • National
  • ઓસ્લો પાસેના કેબીન ધારકોને નોટિસ ફટકારાઇ

ઓસ્લો પાસેના કેબીન ધારકોને નોટિસ ફટકારાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામશહેરના ઓસ્લો સર્કલ પાસે 15થી વધુ કેબીન ધારકો દ્વારા કાચીને બદલી પાકી દૂકાન કરી દેવામાં આવી હોવાની વાત પાલિકાના ધ્યાને આવતાં કેબીન ધારકોને પાલિકાએ નોટિસ ફટકારતાં દોડધામ મચી ગઇ છે. કેબીન ધારકો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, શહેરના જુદા જુદા વિસ્તારમાં દબાણ કરવામાં આવી રહ્યું છે. દબાણકારો સામે પાલિકા દ્વારા કેટલીક વખત ભરવા જોઇએ તે પગલા નક્કર રીતે ભરાતાં દબાણનો રાફડો ફાટ્યો છે. વળી, રાજકીય પ્રેસરને કારણે પણ ક્યારેક દબાણ દૂર થતું નથી, તેવી સ્થિતિ ઉભી થાય છે.

અન્ય સમાચારો પણ છે...