• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • ગોપાલપુરીના સ્પોર્ટ્સ સંકૂલમાં પ્રથમ વાર ફુટબોલ ટુર્ના. યોજાશે

ગોપાલપુરીના સ્પોર્ટ્સ સંકૂલમાં પ્રથમ વાર ફુટબોલ ટુર્ના. યોજાશે

સામાન્ય લોકો માટે હવે ધોળા હાથી સમાન બની રહ્યુ છે મજુર દિવસના ઉપલક્ષમાં યોજાશે ફુટબોલ અને રાત્રી ક્રિકેટ...

DivyaBhaskar News Network | Updated - Apr 09, 2018, 04:10 AM
ગોપાલપુરીના સ્પોર્ટ્સ સંકૂલમાં પ્રથમ વાર ફુટબોલ ટુર્ના. યોજાશે
આંતરાષ્ટ્રીય મજુર દિવસના ઉપલક્ષમાં કેપીકેએસ દ્વારા ગોપાલપુરી સ્ટૅડીયમ ખાતે ફુટબોલ અને ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. અહિ નોંધવુ રહ્યુ કે કરોડૉના ખર્ચે સ્ટૅડીયમના નિર્માણ બાદથી અહિ સામાન્ય લોકોની એન્ટ્રી બંધ કરી દેવાતા નાગરીકો માટૅ તે ધોળા હાથી સમાન બની ગયુ છે. તો ફુટબોલનું ગ્રાઉન્ડ બન્યા બાદ પ્રથમ વાર કોઇ ટુનામેન્ટનું આયોજન અહિ કરવામાં આવનાર છે.

કંડલા પોર્ટ કર્મચારી સંઘની મળેલી બેઠકમાં મજુર દિવસના ઉપલક્ષમાં થનારા આયોજનોની જાહેરાત કરાઈ હતી. જે અનુસાર 19/04 થી 21/04 સુધી રાત્રિ પ્રકાશ ફુટબોલ ટુનામેન્ટ તેમજ તા.24/04 થી 01/05 સુધી રાત્રી ક્રિકેટ ટુનામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં કચ્છ વિસ્તારની જાણીતી 8 ટીમો ભાગ લેશે. તો મજુર દિવસના દિવસે સાંજે ફાઈનલ મેચનો પ્રારંભ કરાશે, આ આયોજન માટે સમિતિનું ગઠન કરાયુ હતુ, જેમાં નારી રામદાસાણી, રાણાભાઈ વિસારીયા, કિરીટ ધોળકીયા, કિરણ ગઢવી, ભરત કોટિચા સહિત દસને સામેલ કરાયા હોવાનું યુનિયનના પ્રમુખ મોહનભાઈ આસવાણીએ જણાવ્યું હતું.

ક્રિકેટમાં હતો ટેનિસ બોલનો વિવાદ

અગાઉના તત્કાલીન ચેરમેન રવી પરમાર પોતે ક્રિકેટના શોખીન હોવાના કારણે સ્ટૅડીયમના નિર્માણમાં અંગત રસ પણ દાખવ્યો હતો. ઉચ્ચ સ્તરીય મેચની પીચમાં વપારાતી સામગ્રીઓના ઉપયોગના કારણે તેના પર ટૅનીસ બોલ વડૅ નહિ, માત્ર સીઝન બોલથીજ ક્રિકેટની પરવાનગી આપવાનું નક્કિ કરાતા કેટલાક સંગઠનોએ પોતાના આયોજનોને તાત્કાલીક ધોરણે અન્ય સ્થળોએ ખસેડવા પડ્યા હતા.

X
ગોપાલપુરીના સ્પોર્ટ્સ સંકૂલમાં પ્રથમ વાર ફુટબોલ ટુર્ના. યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App