રાજાપાઠમાં કાર ચાલકે મચાવ્યો આતંક

ભારતનગરમાં કર્યા ત્રણ અકસ્માત, મેઇન રોડ પર મહિલાને અડફેટે લીધી આ કાર ચાલકે અન્ય જગ્યાએ પણ અકસ્માત કર્યા...

DivyaBhaskar News Network | Updated - Apr 09, 2018, 04:10 AM
રાજાપાઠમાં કાર ચાલકે મચાવ્યો આતંક
ગાંધીધામના ભારતનગરના 9-બી મેઇન રોડ પર સાંજના ભાગમાં શાક લેવા નિકળેલી મહિલાને રાજાપાઠમાં જીજે-12-ડીએ-2738 નંબરની અલ્ટોના કાર ચાલકે અડફેટે લેતાં મહિલાને તાત્કાલીક 108 મારફત હોસ્પીટલ લઇ જવાયા હતા,તો લોકોના જણાવ્યા મુજબ આ કાર ચાલકને પોલીસ લઇ ગઇ હોવા છતાં આ ઘટનાની નોંધ મોડી રાત સુધી પોલીસ ચોપડે નોંધાઇ ન હતી,આ અકસ્માત સર્જાયો ત્યારે લોકોનું ટોળું એકઠું થયું હતું અને લોકોના જણાવ્યા મુજબ આ નશામાં ચકચુર કાર ચાલક અન્ય બે જગ્યાએ પણ અકસ્માત સર્જીને આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.અકસ્માતના પગલે એકત્ર થયેલા લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ આવીને ચાલકને લઇ ગઇ પરંતુ આ અકસ્માત બાબતે કોઇ નોંધ પોલીસમાં ન હોતાં આશ્ચર્ય સર્જાયું હતું.

અકસ્માતમાં ઘાયલ થનાર મહીલાને લોકોએ 108માં ફોન કરી તાત્કાલીક હોસ્પીટલ સારવાર માટે મોકલ્યા હતા, ઘાયલ મહીલાનું નામ રાધાબેન પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગાંધીધામમાં હિટ એન્ડ રનનો ચકચારી કેસ બની ચુક્યો છે તો થોડા દિવસ પહેલાં એક કાર ચાલકે આદિપુરના શનિદેવ મંદિર પાસે મહિલાને અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું હતું આમ સંકુલમાં દારૂ પીને બેફામ ગાડીઓ ચલાવી અવાર નવાર અકસ્માતો સર્જતા આ કાર ચાલકો સામે પોલીસ નિષ્ક્રિય છેતે આ બનાવ ઉપરથી સાબિત થાય છે કારણકે આટલા લોકોની સામે આ કાર ચાલકને પોલીસમાં સોંપાયો હોવા છતાં આ અકસ્માતની પોલીસમાં કોઇ નોંધ નહોવી એ આ વાતને સાબિત કરે છે.

ઘટના બાદ સ્થળ પર મોટી માત્રામાં લોકો એકત્ર થઇ ગયા હતા

X
રાજાપાઠમાં કાર ચાલકે મચાવ્યો આતંક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App